www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પાક.માં રહી કાશ્મીરમાં અશાંતિ ફેલાવતા આતંકીઓની કરોડોની સંપત્તિ જપ્ત


વર્ષો પહેલા કાશ્મીરથી સીમા પાર કરી આ આતંકીઓ પાકિસ્તાન ચાલ્યા ગયા હતા

સાંજ સમાચાર

બારામુલ્લા (જમ્મુ કાશ્મીર), તા.28
પાકિસ્તાનમાં બેસી ભારત વિરોધી પ્રવૃત્તિ કરતા પાંચ આતંકીઓની કરોડો રૂપિયાની સંપત્તિ પોલીસે જપ્ત કરી હતી. અદાલતના આદેશ પર આ કાર્યવાહી કરાઇ હતી. જે આતંકીઓની સંપત્તિ જપ્ત કરાઇ તેમાં બશીર અહમદ ગની (રહે. તિલગામ), મેહરાજ ઉદ-દીન-લોન (રહે. ખરગામ), ગુલામ મોહમ્મદ યાટુ (રહે. તિલગામ), અબ્દુલ રહેમાન ભટ (રહે. વાનીગામ), પાઇન અને અબ્દુલ રાશીદ લોન (રહે. સતરેસીરન) સામેલ છે.

આ બધા આતંકીઓ ઘણા વર્ષો પહેલા સીમા પાર કરી પાકિસ્તાન ચાલ્યા ગયા હતા અને ત્યાં રહીને કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાના કાવતરા કરતા હતા. તેમની સંપત્તિ જપ્ત કરાઇ છે. બારામુલ્લા પોલીસે કુખ્યાત ડ્રગ્સ તસ્કર હિલાત અહમદ વાનીનું 22 લાખનું મકાન જપ્ત કર્યું હતું.

Print