www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

આગામી બજેટમાં વધુ આવકવાળાને કરમાં રાહત મળવાની સંભાવનાઓ


જેમની વાર્ષિક આવક 10 લાખથી ઉપર છે તેમાં ફેરફાર કરવા સરકારની વિચારણા: કર સીમા હાલ 30 ટકા છે તે 25 ટકા કરવાની માંગ

સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.1
જુલાઈ મહિનામાં રજુ થનાર સામાન્ય બજેટને લઈને ઘણી આશાઓ રાખવામાં આવી રહી છે. માનવામાં આવે છે કે સરકાર કેટલાક મોટા નિર્ણયો લઈ શકે છે. સરકાર 10 લાખથી ઉપરની વાર્ષિક આવક વાળા લોકો માટે પણ કર વ્યવસ્થામાં ફેરફાર પર વિચાર કરી રહી છે. જેની માંગ નોકરિયાત વર્ગ તરફથી સતત કરવામાં આવી રહી છે. છેલ્લા બે સપ્તામાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનની વિભિન્ન ક્ષેત્રોને, વિશેષજ્ઞો અને મુખ્ય ઔદ્યોગીક સંગઠનોના લોકો સાથે બેઠક થઈ હતી.

નોકરિયાત લોકો માટે આવક સ્લેબમાં ફેરફાર કરવાની પણ માંગ રાખી છે. તેની પાછળ તર્ક આપવામાં આવ્યો છે કે નોકરિયાત લોકો પર આવકવેરા બોજ વધુ છે. જો જૂની વ્યવસ્થાથી જોવામાં આવે તો 10 લાખથી ઉપરની વાર્ષિક આવક પર 30 ટકા આવકવેરો ભરવો પડે છે.

નવી વ્યવસ્થાથી સાત લાખથી ઉપરની આવક પર આવકવેરો ભરવો પડે છે પણ અહીં જો સાત લાખથી ઉપરની વાર્ષિક આવક છે તો પછી 6 લાખથી 9 લાખ પર 10 ટકા અને 9થી12 લાખ સુધીની વાર્ષિક આવક પર 15 ટકા આવકવેરો ભરવાનો થાય છે. જે હાલના સમયમાં વ્યવહારીક નથી. કારણ કે મોંઘવારીની સાથે લોકોના ખર્ચ પણ વધ્યા છે. જેના કારણે લોકોની બચતને પણ અસર થઈ છે. આથી 10 લાખથી ઉપરની આવકવાળા લોકો આવકવેરામાં છુટ ઈચ્છે છે.

કર સીમા ઘટાડીને 25 ટકા કરવાની માંગ: સીએ અંસારી કહે છે 10 લાખથી ઉપરની વાર્ષિક આવક પર કર 30 ટકાથી ઘટાડીને 25 ટકા કરવામાં આવે. જૂની વ્યવસ્થામાં રિટર્ન ભરે છે તો 20 ટકા બાદ સીધા 30 ટકા ટેકસનો સ્લેબ છે જે વ્યવહારીક નથી.

 

Print