www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અમદાવાદમાં પણ સ્માર્ટ મીટરનો વિરોધ: થાળીઓ વગાડી


વડોદરા, સુરત બાદ અમદાવાદમાં સ્માર્ટ મીટર સામે સુત્રોચ્ચાર

સાંજ સમાચાર

અમદાવાદ તા.22
સમગ્ર ગુજરાતમાં અત્યારે સ્માર્ટ મીટર લગાડવા સામે વિરોધનો સૂર ઉઠી રહ્યો છે ત્યારે વડોદરા, સુરત બાદ અમદાવાદમાં પણ વિરોધ સાથે થાળીઓ વગાડવામાં આવી હતી.

નવા સ્માર્ટ મીટરમાં વધુ બીલ આવતા હોવાની બુમરાણ વચ્ચે સરકારે યુટર્ન લઈ સ્માર્ટ મીટરની સાથે જુના મીટર પણ લગાવવાની વાત કરી હતી ત્યારે અમદાવાદમાં પણ સવારે મીટરનો વિરોધ શરુ થયો છે.

શહેરના નરોડા વિસ્તારમાં રહીશોએ એકઠા થઈને થાળીઓ વગાડી સુત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કરી આવા સ્માર્ટ વીજ મીટરને તાત્કાલીક દુર કરવામાં આવે તેવી માંગણી ઉઠાવી છે.

બળતામાં ઘી હોમાયું: સ્માર્ટ મીટર ફીટ કરતા જ ગ્રાહકને રૂ।.9.24 લાખનાં બિલનો મેસેજ મળ્યો: વડોદરાનો બનાવ
વડોદરા,તા.22

સમગ્ર રાજયમાં સ્માર્ટ મીટર લગાડવા સામે જબરો વિરોધ ઉડી રહ્યો છે.જેમાં ખાસ કરીને વડોદરા શહેરીજનોની સ્માર્ટ મીટરે ઉંઘ હરામ કરી નાખી છે તેવા સમયે વડોદરામાં એક નિયમિત વીજ બીલ ભરપાઈ કરનાર ગ્રાહકને ત્યાં સ્માર્ટ મીટર લાગ્યા બાદ રૂ।.9.24.254નું વીજ બિલ આવતા વીજ ગ્રાહકનાં જમીન નીચેથી જમીન સરકી ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે.

બળતામાં ઘી હોમાયુ હોય તેમ વડોદરા શહેરનાં ગૌરવા વિસ્તારમાં રિદ્ધી સિદ્ધી સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા અને સેન્ટ્રલ ગર્વમેન્ટમાં સર્વિસ કરતા મૃત્યુંજય નામના કર્મચારીને ત્યાં સ્માર્ટ મીટર ફીટ થયા બાદ રૂ।.9.24.254ના વીજ બિલનો મોબાઈલ મેસેજ આવ્યા બાદ બીજો મેસેજ દર મહિને (પ્રતિમાસ) રૂ।.5134નો હપ્તો ભરવાનો મળતા હોશક્રોશ ઉડી ગયા હતાં. મોબાઈલમાં આટલી મોટી રકમનો મેસેજ મળતા વેકેશનમાં કલકતા વતન જવાનાં સમયે એમજીવીસીએલ દ્વારા કારણ વગરનો ઝટકો આપતા પરેશાન થયા છે.

નવાઈ પમાડે તેવી વાત એ છે કે ગ્રાહક મૃત્યુંજય દર મહિને એવરેજ રૂ।. બે હજાર આસપાસનું રેગ્યુલર વીજ બિલ ભરપાઈ કરે છે અગાઉનું કોઈપણ બિલ બાકી નથી તેમ છતાં સ્માર્ટ મીટરની કમાલથી તેમને રૂ।.9.24.254 બિલ ભરવાના મેસેજ સાથે દર માસે રૂ।.5134નાં ફરિયાદ કરવાની નોબત આવી હતી.વડોદરામાં સ્માર્ટ મીટર લગાડવા સામે વિરોધ થઈ રહ્યો છે ત્યારે સ્માર્ટ મીટરમાં લાખો રૂપિયાનું બિલનાં મેસેજ વિરોધને વધુ બળ મળ્યું છે.

Print