www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પુનીતનગર સોસાયટી 66 કે.વી.વીજ લાઈનના તાર ઢીલા પડતા રહીશો માથે જોખમ: ઉંચા લેવા માંગ


પીજીવીસીએલની બેદરકારી સામે લોકોમાં રોષ: રજુઆત: ટીઆરપી ગેમઝોન જેવી દુર્ઘટના સર્જાઈ તો કોણ જવાબદાર?

સાંજ સમાચાર

રાજકોટ,તા.28

ગોંડલ રોડ ચોકડી પાસે આવેલા પુનીતનગરમાં જેટકોની પસાર થતી 66 કે.વી.ની હેલી વીજ લાઈનોના વાયરો ઢીલા પડી જતાં રહીશો જીવનાં જોખમે જીવી રહ્યા છે.ટીઆરપી ગેમઝોન જેવી દુર્ઘટના સર્જાઈ તો જવાબદાર કોણ ? તેવા વેધક સવાલો ઉઠી રહ્યા છે. આ અંગે રહીશોએ પીજીવીસીએલ અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું છે. હાલ પુનીતનગરમાં વીજલાઈનના તાર પસાર રહીશો મકાનની અગાશી ઉપર જઈ શકતા નથી અગાઉ આ જોખમી લાઈનના વીજ કરંટથી એક બાળક અને મહિલાઓનો ભોગ લીધો હતો.જે વખતે પણ રહીશોએ રજૂઆતો કરી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ નથી ઘર ઉપર પસાર થતા વીજ વાયરો ઢીલા પડી જતા રહીશો અગાશી પર જતા ડરી રહ્યા છે. ઉત્તરાયણ અને તહેવારોમાં બાળકો અગાશી ઉપર મજા માણી શકતા નથી 

હાલ ચોમાસુ ઋતુમાં વાયરો નીચે આવી જતા રહીશોને જીવના જોખમે પસાર થવું પડે છે. આ બાબતે આ વિસ્તારના રહીશો વિજયભાઈ સેલારા, મનોજભાઈ અગ્રાવત, જીતુભાઈ ગોંડલીયા, અંસોયાબેન અગ્રાવત, કાંતાબેન રાઠોડ, સહિતના રહીશોએ પીજીવીસીએલ કચેરીમાં રજુઆત કરી તાકીદે ઘટતી કાર્યવાહી કરવા માંગણી કરી છે.

Print