www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા સભાસદોના સંતાનોને શૈક્ષણિક પુરસ્કાર અને સ્કોલરશીપ અપાશે


ફોર્મ વિતરણનો પ્રારંભ: છેલ્લી તારીખ 15 જુલાઈ રહેશે

સાંજ સમાચાર

રાજકોટ, તા.22

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ સભાસદોના સંતાનોને શૈક્ષણિક પુરસ્કાર અને સ્કોલરશીપ આપવામાં આવશે. બેંકના કાર્યકારી ચેરમેન જીમ્મીભાઈ દક્ષીણીએ જણાવ્યું છે કે, ‘માર્ચ-2024માં લેવાયેલી ધો. 10, ધો. 12ની પરીક્ષામાં બેંકના સભાસદોના સંતાનો કે સભાસદ, જેઓએ એ-1 અને એ-2 ગ્રેડ મેળવેલા છે તેઓને શૈક્ષણિક પુરસ્કાર આપવામાં આવશે. 

તેમજ રીતે માર્ચ 2024માં લેવાયેલ ધો. 12ની પરીક્ષામાં ઉર્તીણ થયેલા હોય, તેવા વિદ્યાર્થીઓ સ્કોલરશીપ (આર્થિક સહાય) યોજનાનો પણ લાભ મેળવી શકશે. તેમાં જનરલ કેટેગરીમાં એ-1 અને એ-2 ગ્રેડ મેળવેલ વિદ્યાર્થીઓ અને આર્થિક રીતે પછાતની કેટેગરીમાં બી-1 અને બી-2 ગ્રેડ મેળવેલા વિદ્યાર્થીઓ પણ માન્ય ગણાશે. આર્થિક રીતે પછાતની કેટેગરીમાં, સરકારમાન્ય અધીકારીના આર્થિક રીતે પછાત હોવાના દાખલાની ઝેરોક્ષ જોડવાની રહેશે. આ માટેના નિયત ફોર્મનું વિતરણ શરૂ થયું છે. ફોર્મ રાજકોટ શહેરની અને બહારગામની તમામ શાખાઓથી મળે છે. ફોર્મમાં સંપુર્ણ વિગતો ભરી પરત આપવાની અંતિમ તા. 15 જુલાઈ 2024ને બુધવાર છે. ફોર્મ માટેનો સમય સોમવારથી શનિવાર સવારના 11 થી 4 નો રહેશે. 

 

Print