www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

18મી લોકસભાના પ્રથમ સત્રમાં જ રાહુલ - મોદી - શાહ વચ્ચે તડાફડી: પોતાને હિન્દુ કહેનારા જ હિંસા - નફરત -ડર ફેલાવે છે

લોકસભામાં રાહુલ ગાંધીના ‘હિન્દુ’ વિધાનોથી ધમાસાણ


◙ ખૂદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘અધવચ્ચે’ ઉભા થઇ ગયા, સમગ્ર હિન્દુ સમાજને ‘હિંસા સાથે જોડવાનું અયોગ્ય’, વિષય ઘણો ગંભીર

સાંજ સમાચાર

◙ રાહુલ ગાંધીએ ભગવાન શિવજીનો ફોટો દર્શાવ્યો: અધ્યક્ષની ટકોર: અગ્નિવીર, મોંઘવારી સહિતના મુદ્દે તડાપીટ

◙ ગૃહમંત્રી અમીત શાહે વિપક્ષી નેતાની માફીની માંગ કરી: શું હિન્દુ ‘હિંસક’ છે? સવાલ

નવી દિલ્હી, તા.1
લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુ વિશે કરેલા વિધાનોથી જબરો હંગામો સર્જાયો હતો. હિન્દુ એટલે માત્ર ભાજપ કે આરએસએસ જ નથી. હિન્દુઓ કહેનારા પોતે જ હિંસા-હિંસા કરે છે.

આ વિધાન સામે ધમાસાણ સર્જાયું  હતું. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉભા થઇ ગયા હતા અને સમગ્ર હિન્દુ સમાજને હિંસા સાથે નહીં જોડવાની ટકોર કરી હતી. ગૃહમંત્રી અમીત શાહે વિપક્ષી નેતાની માફીની માંગ કરી હતી.

રાષ્ટ્રપતિના ભાષણ પરના આબાર પ્રસ્તાવની ચર્ચામાં ભાગ લેતા વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ એવો પ્રહાર કર્યો હતો કે હિન્દુ એટલે માત્ર ભાજપ તથા રાષ્ટ્રીય સ્વતંત્ર સેવક જ નથી. હિન્દુ સમાજ ક્યારેય હિંસા કે નફરત અથવા ડર ફેલાવી ન શકે પરંતુ હિન્દુ ગણાવતા ભાજપ હિંસા અને નફરત તથા ડર જ સર્જે છે.

રાહુલ ગાંધીના વિધાનો સમગ્ર હિન્દુ સમાજને હિંસક ગણાવતા હોવાના દાવા સાથે એનડીએના સભ્યોએ જબરો હંગામો સર્જયો હતો અને ગૃહમાં ધમાસાણ શરૂ થયું હતું.
બે દિવસના વિરામ બાદ આજે ફરી લોકસભા અને રાજ્યસભાનું સત્ર શરૂ થયું હતું 

કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગ, NEET અને અગ્નિપથ જેવા મુદ્દાઓ પર વિપક્ષે સરકારને ઘેરી હતી. આ દરમિયાન બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો. લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર બોલતા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે બંધારણ પર સંગઠિત હુમલા કરવામાં આવી રહ્યા છે. 

રાષ્ટ્રપતિના અભિભાષણને લઈને લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં 21-21 કલાક ચર્ચા થશે, આ માટે ભાજપને આઠ કલાકની સમય મર્યાદા આપવામાં આવી છે.
તેણે વધુમાં કહ્યું કે, સરકારના આદેશ પર મને નિશાન બનાવવામાં આવ્યો હતો. મારી સામે ખોટા કેસ નોંધવામાં આવ્યા હતા. ઊઉ દ્વારા મારી પૂછપરછ કરવામાં આવી હતી. જેનાથી અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એટલું જ નહીં ભારતીય નેતાઓને જેલમાં રાખવામાં આવ્યા હતા.

♦ આઈડિયા ઓફ ઈન્ડિયાને બચાવે છે વિપક્ષ
રાહુલે વધુમાં કહ્યું કે સમગ્ર વિપક્ષ આઈડિયા ઓફ ઈન્ડિયાને બચાવી રહ્યો છે. અમે દેશના બંધારણનું રક્ષણ કર્યું છે. 

♦ રાહુલે સંસદમાં ભગવાન શિવનો ફોટો દેખાડ્યો 
આ દરમિયાન રાહુલ ગાંધીએ ભગવાન શિવનો ફોટો બતાવ્યો, જેના કારણે ગૃહમાં હોબાળો થયો. આના પર સ્પીકર ઓમ બિરલાએ ફોટો બતાવવાની ના પાડી દીધી.  વિપક્ષના નેતા ગાંધીએ કહ્યું કે, શિવના ડાબા હાથમાં ત્રિશૂળનો અર્થ અહિંસા છે. અમે હિંસા વિના સત્યનું રક્ષણ કરીએ છીએ. 

તેમણે કહ્યું કે, ગુરુ નાનક કહે છે ડરશો નહીં, ડરશો નહીં. તેમણે ઘણા દેશોની મુલાકાત લીધી. તેણે ક્યારેય હિંસા કરી નથી. એ જ રીતે જો તમે જીસસ ક્રાઈસ્ટને જુઓ તો તેમણે પણ કહ્યું હતું કે ડરશો નહીં, ડરશો નહીં. અંતે મહાવીરે પણ એવું જ કહ્યું છે. બધા ધર્મો કહે છે કે ડરશો નહીં, ડરશો નહીં. 

નિયમ ખબર ન હોય તો ટ્યુશન લ્યો : અમિત શાહ
રાહુલ ગાંધી વારંવાર ભગવાન શિવનો ફોટો દેખાડતા હતા અને ત્યારે અયોધ્યા વિશે બોલ્યા તો ફૈઝાબાદના સાંસદ અવધેશ પ્રસાદ સાથે હાથ મિલાવ્યો તો અમિત શાહ તરત ઊભા થયા અને કહ્યું આ બધું સંસદમાં કેવી રીતે ચાલે ? તમે ભાજપને હિંસક કહો છો, તમે ચાલુ ભાષણ વખતે અન્ય સાંસદ સાથે હાથ મિલાવીને વાત કરો છો, આ કેવી વ્યવસ્થા છે ? આમને નિયમનો ન ખબર હોય તો ટ્યુશન કરવા જોઈએ 

હિંદુ અંગે આપેલું નિવેદન
રાહુલે વધુમાં કહ્યું કે, જેઓ પોતાને હિંદુ કહે છે તે હિંસા કરે છે. આ અંગે  ગૃહમાંં હોબાળો મચી ગયો હતો. તો ગાંધીએ વધુમાં કહ્યું કે તેઓ અવાજ કરી રહ્યા છે કારણ કે તીર યોગ્ય જગ્યાએ છે.  તેના પર સ્પીકર બિરલાએ કહ્યું કે તમે આવી વાતો ના કહી શકો.  તે જ સમયે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ મુદ્દો ખૂબ જ ગંભીર છે. 

 

Print