www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

એનડીએની સંસદીય દળની બેઠકને મોદીનું સંબોધન

રાહુલ ગાંધીની ભાષા ઠીક નહોતી, તેમની પાસે આવી આશા નહોતી: પીએમ મોદી


આપણે એવું (રાહુલ જેવું) આચરણ સંસદમાં નથી કરવાનું: મોદીની એનડીએ સાંસદોને શીખ

સાંજ સમાચાર

નવીદિલ્હી તા.2
 સંસદની કાર્યવાહી પહેલા વડાપ્રધાન મોદીએ એનડીએ સંસદીય દળની બેઠક સંબોધન કયુર્ં હતું. જેમાં તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધી જણાવ્યું હતું કે સંસદમાં બધા માટે સારા આચરણની અપેક્ષા રાખવામાં આવે છે. મોદીએ રાહુલને આડે હાથ લેતા કહ્યું હતું કે તેમની ભાષા ઠીક નહોતી.

 વડાપ્રધાને જણાવ્યું હતું કે દેશ સેવા આપણા માટે પ્રથમ છે. વડાપ્રધાને એનડીએ સંસદીય દળની બેઠક લીધી હતી. તેમણે ભાજપ અને બાકી એનડીએ દળો સાથે પણ અનેક મહત્વપૂર્ણ વાત કરી છે.
 આ બેઠકમાં મોદીના સંબોધન બાદ એનડીએ સંસદીય દળના કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું હતું કે આજે રાષ્ટ્રપતિ અભિભાષણ પર ચર્ચા થઈ. સંસદના નિયમોને આપણે પૂરી રીતે અપનાવીએ. તેમણે કહ્યું હતું કે સંસદમાં એવું આચરણ નથી કરવાનું.

Print