www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાહુલનું માઈક બંધ કરવાના આરોપથી સ્પીકર ભડકયા


લોકસભામાં માઈક બંધ કરવાનું કોઈ બટન, રિમોટ કંટ્રોલ નથી હોતું: બિરલા

સાંજ સમાચાર

નવી દિલ્હી: કોંગ્રેસ હંમેશા એવા આરોપ લગાવતી આવી છે કે લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી જયારે સદનમાં બોલે છે તો તેમનું માઈક બંધ કરવામાં આવે છે. શુક્રવારે લોકસભામાં છેલ્લી કાર્યવાહી દરમિયાન પણ કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈ અને દીપેન્દ્ર હુડ્ડાએ આ મુદ્દો ઉઠાવ્યો હતો.

કોંગ્રેસના આ આરોપો પર લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા ભડકયા છે. તીખા વાર કરતા કહ્યું હતું કે પીઠાસીન અધિકારીઓ પાસે સંસદમાં મુદા ઉઠાવનારા સભ્યોનું માઈક બંધ કરવા માટે કોઈ સ્વીચ કે રિમોટ કંટ્રોલ નથી. આવા આરોપ ચિંતાજનક છે.

 

Print