www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સુપેડીમાં વરલી જુગારના અખાડા પર દરોડો, ત્રણ આરોપી ઝડપાયા


સાંજ સમાચાર

રાજકોટ, તા.23
રાજકોટ રૂરલ એલસીબી ટીમે ધોરાજીના સુપેડીમાં વરલી જુગારના અખાડા પર દરોડો પાડી ત્રણ આરોપીને ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી 25,900નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

એસપી જયપાલસિંહ રાઠોડની સૂચનાથી એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડી.જી.બડવા, પીએસઆઇ એચ.સી.ગોહીલ અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતા, ત્યારે પીએસઆઇ બડવા અને હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ જાડેજા, અરવિંદસિંહ જાડેજા, હરેશભાઇ પરમાર, કોન્સ્ટેબલ કૌશીકભાઇ જોષીને મળેલ બાતમીના આધારે ધોરાજી તાલુકાના સુપેડી ગામે ઝાંઝમેર રોડ પર આવેલ રંગોલી પાન એન્ડ ટી પોઇન્ટ નામની દુકાન પાસેથી જાહેરમાં વરલી ફીચરના આંકડા પર જુગાર રમતા રાજેશ ઉર્ફે રાજુ લાલજી રોજાસરા, નયન ચંદુ રોજાસરા (રહે. બંને સુપેડી) અને ભીખા સોમા બાબરીયા (રહે. ગામ ઝાંઝમેર તા.ધોરાજી)ને દબોચી લેવાયા હતા. આરોપીઓ પાસેથી રૂ.10,400ની રોકડ, અને રૂ. 15,500ની કિંમતના 4 મોબાઇલ ફોન કબ્જે કરાયા હતા. આ કામગીરીમાં એએસઆઇ બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, અનિલભાઇ બડકોડીયા, નિલેશભાઇ ડાંગર, દીવ્યેશભાઇ સુવા, રાજુભાઇ સાંબડા, ડ્રા.કોન્સ્ટેબલ અબ્દુલભાઈ શેખ પણ ફરજ પર રહ્યા હતા.

Print