www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સાથે રેઈનકોટ અને છત્રીની ખરીદી વધી: રૂા.50થી વધુનો ભાવવધારો


મહિલાઓમાં સૌથી વધુ 2 પીસ રેઈનકોટનો ક્રેઝ: કિંમત રૂા.550થી શરૂઆત

સાંજ સમાચાર

► પહેલો વરસાદ થવાની સાથે જ બજારોમાં ગ્રાહકોની ભીડ: રેઈનકોટ-છત્રીની ભારે માંગ

રાજકોટ તા.27
 રાજયભરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. ચોમાસાની સિઝનની શરૂઆત થતાની સાથે લોકોમાં આનંદનો માહોલ છવાઈ ગયેલ છે. ઉનાળાના હિટવેવથી છુટકારો મેળવી લોકો વરસાદની મજા માણી રહ્યા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ગત રવિવારથી વરસાદનો માહોલ જામ્યો છે. વરસાદની સિઝનની શરૂઆત થતાની સાથે બજારોમાં રેઈનકોટ, છત્રી, તાડપત્રી જેવી વિવિધ ઉપયોગી વસ્તુઓનું વેચાણ શરૂ થઈ ગયેલ છે. બજારોમાં રેઈનકોટ અને છત્રીની માંગ ખૂબ જ જોવા મળી રહી છે.

 શહેરમાં આવેલ રમેશ બ્રધર્સના રોહિતભાઈ મુલીયાણાએ ‘સાંજ સમાચાર’ સાથે વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે રાજકોટવાસીઓ સીઝનના પહેલા વરસાદ પછી જ રેઈનકોર્ટ અને છત્રીની ખરીદી માટે આવતા હોય છે.

ગયા વર્ષ કરતા આ વર્ષે વરસાદ મોડો હોવા છતાં ઘરાકી છે અને આગામી સમયમાં ઘરાકી વધી શકે તેવી શકયતા છે. ગત વર્ષ કરતા આ વર્ષે રૂા.50થી 100 જેટલો ભાવ વધારો રેઈનકોટ અને છત્રી બન્નેમાં જોવા મળ્યો છે. કારણ કે રેઈનકોટ અને છત્રી બનાવવા માટે વપરાશમાં લેવામાં આવતા રોમટીરીયલમાં વધારો થતા તેમજ મોંઘવારીમાં પણ વધારો થતા ભાવમાં વધારો થયો હોય તેવું જોવા મળેલ છે. હાલ વરસાદની સીઝનની શરૂઆત થતાની સાથે ગ્રાહકોની મોટી સંખ્યામાં દુકાનોમાં ભીડ જોવા મળી રહી છે.

 વધુમાં જણાવ્યું હતું કે રેઈનકોટમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે વધુ સારી ટકાઉ, મજબૂત કવોલિટીમાં છે. રેઈનકોટનો વધુ પડતો માલ દિલ્હી અને બોમ્બેથી મંગાવવામાં આવે છે. જેમાં રેઈનકોટની વિવિધ વેરાયટી જોવા મળે છે. હાલ મહિલાઓ અને પુરૂષો બન્નેમાં 2 પીસ રેઈનકોટની સૌથી વધુ માંગ રહી છે.

પહેલાના સમયમાં માત્ર પુરૂષોમાં જ 2 પીસ રેઈનકોટની માંગ હતી પરંતુ હવે મહિલાઓમાં પણ 2 પીસ રેઈનકોટની માંગ સૌથી વધી છે. બાળકો માટે સ્પાઈડરમેન, સુપરમેન જેવા વિવિધ કાર્ટુનવાળા રેઈનકોટ હાલ બજારમાં ઉપલબ્ધ છે. તદુપરાંત છત્રીમાં પણ આવા જ વિવિધ કાર્ટુનવાળા છત્રીની વેરાયટી પણ જોવા મળે છે.

 રેઈનકોટ અને છત્રીના ભાવ વિશે વાત કરતા જણાવ્યું હતું કે બાળકો માટે આવતી ચાઈનાની છત્રીની સૌથી વધુ માંગ છે. જેની કિંમત રૂા.100થી લઈને 350થી વધુની છે. તેમજ રેઈનકોટમાં 1 પીસ રેઈનકોટની કિંમત રૂા.250થી શરૂ થાય છે અને 1 પીસ રેઈનકોટની કિંમત 2 પીસ રેઈનકોટની કિંમત રૂા.550થી શરૂઆત થાય છે.

જયારે બાળકોના 1 પીસ રેઈનકોટની કિંમત રૂા.100થી શરૂ થાય છે અને 2 પીસ રેઈનકોટની કિંમત રૂા.550થી શરૂઆત થાય છે.  હાલ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. શહેરમાં વરસાદ પડતાની સાથે લોકોની બજારોમાં રેઈનકોટ, છત્રીની ખરીદી માટેની ભીડ જામી છે. આગામી સમયમાં આ ખરીદીના દોરમાં વધારો થશે તેવું વેપારીઓનું કહેવું છે.

► યાત્રિકો માટે અમરનાથ કીટ બજારમાં ઉપલબ્ધ 
થરમલ, હાથના મોજા, દર્શનના મોજા તેમજ ટ્રેકીંગ માટેના રેઈનકોર્ટનો કીટમાં સમાવેશ
આગામી તા.29ને શનિવારથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થશે. દર વર્ષે અમરનાથ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાતા હોય છે. હાલ બજારોમાં અમરનાથ યાત્રાએ જતા લોકો દ્વારા પણ પુરજોશમાં ખરીદી કરવામાં આવી રહી છે.

બાબા બર્ફાનીની યાત્રાએ જતા ભકતો થરમલ, હાથના મોજા, દર્શનના મોજા, ટ્રાવેલિંગમાં ક્ધફર્ટેબલ અને ટ્રેકીંગના રેઈનકોટની માંગ રહેતી હોય છે. V:\JOBS\DD27\DD27 DSC 4 (3).tifરમેશ બ્રધર્સના રોહિતભાઈ મુલીયાણાએ જણાવ્યું હતું કે, બાબા બર્ફાનીની યાત્રાએ જતા લોકોની સગવડતા માટે અમરનાથ કીટ તૈયાર કરવામાં આવી છે. આ અમરનાથ કીટની માંગ ઉનાળાની સીઝનમાં સૌથી વધુ જોવા મળી હતી. જયારે હાલ પણ દરરોજના 10થી12 ગ્રાહકો અમરનાથ કીટ લેવા માટે આવતા હોય છે.

આ અમરનાથ કીટમાં ટ્રાવેલિંગ ટ્રેકીંગ રેઈનકોટ, થરમલ, હાથના મોજા, દર્શનના મોજા આપવામાં આવે છે. જેમાં થરમલ રૂા.150થી શરૂ થાય છે તેમજ હાથ અને દર્શનના મોજા રૂા.200થી શરૂ થાય છે. જયારે રેઈનકોટની કિંમત રૂા.550 થી શરૂઆત થાય છે.

આ વર્ષે બાબા બર્ફાનીની યાત્રાએ જત લોકોએ મોટ પ્રમાણમાં આ અમરનાથ કીટની ખરીદી કરી હતી તેમજ અમરનાથ યાત્રાએ જતા ભકતો દ્વારા વધુમાં વધુ ખરીદી કરતા બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. જેથી વેપારીઓ વધુ ખુશખુશાલ છે.

 

 

 

Print