www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજયનાં 84 તાલુકામાં મેઘકૃપા જારી:ટંકારામાં 4.5, જૂનાગઢમાં 3, ગોંડલમાં 3 ઈંચ


♦ગીરસોમનાથ જિલ્લામાં પણ 0.5 થી 3, સોરઠમાં 1 થી 3, જામનગર જિલ્લામાં 1 થી 2, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, પાટણ, પંચમહાલ જિલ્લામાં પણ 0.5 થી 2 ઈંચ વરસાદ

સાંજ સમાચાર

રાજકોટ,તા.27
સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતનાં વિવિધ ભાગોમાં મેઘકુપા યથાવત રહેવા પામી છે ગઈકાલે પણ અનેક સ્થળોએ ગાજવિજ અને તેજ પવન સાથે મધ્યમથી ભારે વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને ગઈકાલે મોરબી જિલ્લામાં 0.5 થી 4.5 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો.

આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં પણ 0॥ થી 3 ઈંચ, ગિરસોમનાથ જિલ્લામાં પણ 0.5 થી 3 ઈંચ, જૂનાગઢ જિલ્લામાં પણ 1 થી 3 ઈંચ, જામનગર જિલ્લામાં 1 થી 2 ઈંચ, જયારે બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત પાટણ, પંચ મહાલ જિલ્લામાં પણ 0.5 થી 2 ઈંચ સુધીનો વરસાદ વરસી ગયો હતો.એકંદરે ગઈકાલે પણ રાજયનાં 84 તાલુકામાં હળવોથી માંડી ભારે વરસાદ વરસવા પામ્યો હતો.અને રજુ આજે પણ સૌરાષ્ટ્ર-ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી યથાવત છે.

દરમ્યાન સૌરાષ્ટ્રમાંથી મળતા અહેવાલો મુજબ ગીર સોમનાથ જીલ્લામાં અસહ્ય બફારા બાદ બપોરથી એકાએક વાતાવરણમાં પલટો આવ્યા બાદ કાળા ડીબાંગ વાદળો  સાથે ગાજવીજ અને વિજળી ચમકારા સાથે મેઘરાજાએ પધરામણી કરી હતી. જીલ્લાના કોડીનાર, વેરાવળ, સુત્રાપાડા અને તાલાલા ગીરમાં બપોરે એકાદ વાગ્યાથી વરસાદ શરૂ થયા બાદ ધોધમાર વરસ્યો હતો. બપોરથી સાંજે ચાર કલાકમાં જ તાલાલા ગીરમાં 22 મીમી (1 ઈંચ), વેરાવળ સોમનાથમાં 32 મીમી (1.5 ઈંચ), સુત્રાપાડામાં 47 મીમી (2 ઈંચ), કોડીનારમાં 78 મીમી (3 ઈંચ) વરસી ગયો હતો. 
 

મોરબી
ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબીના ટંકારા, વાંકાનેર અને હળવદ તાલુકામાં ગઇકાલે બપોર પછીથી વરસાદ શરૂ થયો હતો અને ટંકારા તાલુકામાં ચાર કલાકમાં સાડા ચાર ઇંચ જેટલો વરસાદ પડી ગયેલ હતો તેવી જ રીતે વાંકાનેરમાં દોઢ અને હળવદમાં એક ઇંચ વરસાદ પડલે છે. જેથી કરીને વાવણી લાયક સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી જો કે, મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં જુદાજુદા બે વિસ્તારમાં વીજળી પાડવાની ઘટના બની હતી જેમાં એક યુવાન અને એક ભેંસનું મોત નીપજયું હતું

મોરબી જીલ્લામાં ગઇકાલે સવારથી જ વરસાદી માહોલ જેવુ વાતાવરણ હતું અને બફારો પણ વધી રહ્યો હતો તેવામાં ગઇકાલે બપોરે ચારેક વાગ્યા પછી જિલ્લાના જુદાજુદા તાલુકામાં વરસાદ શરૂ થયો હતો અને મોરબી જિલ્લાના પાંચ પૈકીનાં ટંકારા, વાંકાનેર અને હળવદ તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો જેનો જિલ્લાના કંટ્રોલરૂમમાંથી મળી રહેલ માહિતી મુજબ મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં સાડા ચાર ઇંચ કરતાં વધુ વરસાદ પડી ગયેલ છે અને મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરેલ હોવાથી ટંકારા તાલુકાનાં ખેડૂતોમાં હાલમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે

જો કે, વાંકાનેર તાલુકામાં દોઢ અને હળવદ તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ છે. આવી જ રીતે માળીયા તાલુકામાં અડધો ઇંચ અને મોરબી તાલુકામાં નહિવત છાંટ જ પડ્યા છે. ટંકારા તાલુકામાં મેઘરાજાએ હેત વરસાવતા પહેલા જ વરસદમાં નદી નાલામાં નવા નીરની આવક શરૂ થઈ ગયેલ છે અને ખેતરોમાં પણ કેટલીક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા જો કે, મોરબી શહેર અન તાલુકામાં વરસાદનું આગમન થાય તેવું એંધાણ થયું હતું પરંતુ નહિવત વરસાદ થયો હોવાથી હાલમાં બફારો અને ગરમી વધી ગયેલ છે.
 

કોટડાસાંગાણી 
કોટડાસાંગાણી પથંકમાં રાજપરા ભાડવા ભાડુઈ નારણકા નવી ખોખરી જુની ખોખરી ખરેડા ગામોમાં વરસાદ થયેલ ના સમાચાર પ્રાપ્ત થયેલા કોટડાસાંગાણી માં સવારથી બપોર સુધી કાળઝાળ ગરમીમાં ઉકરટથી સાંજ ના સમયે એકા એક વાતાવરણ માં વાદરીયુ વાતવણ થયેલ સાંજના સમયે વરસાદ સરૂ થયેલ જે માં કોટડાસાંગાણી માં વરસાદ 9 મીમી જેટલો વરસાદ નોંધાયો છે કોટડાસાંગાણી પથંકમાં વરસાદ પડેલ હોય તેપણ સમાચાર પ્રાપ્ત થયેલા છે.
 

પ્રભાસ પાટણ
સોમનાથ વિસ્તારમાં બપોર બાદ ગાજ વિજ સાથે વરસાદ વરસવાની શરૂઆત થયેલ અને સોમનાથ રોડ ઉપર પાણી ભરાયાં હતાં તેમજ સાઈન કોલોની સહિત ના વિસ્તારો મા પાણી ના યોગ્ય નિકાલ ના અભાવે પાણી ભરાણા હતા વરસાદ વરસતા લોકો ને ગરમીમાં રાહત થયેલ
 

જેતપુર
જેતપુર શહેર મા મૌસમ નો પ્રથમ વરસાદ પડ્યો દોઢ કલાક મા બે ઈચ જેટલો જોરદાર વરસાદ પડ્યો હતો શહેર ના રસ્તાઓ પર પાણી પાણી ફરી વળ્યાં હતાં વિજળી ના કડાકા ભડાકા સાથે ગહી કાલે સાંજે જોરદાર વરસાદ શરૂ થયો હતો અને બે ઈચ વરસાદ પડી ગયેલ ભારે પવન અને વિજળી ના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારા વરસાદ પડી ગયા ના સમાચારો મળેલ છે છેલ્લા ઘણા દિવસો થી અસહ્ય બફારા અને ઉકળાટ વચ્ચે ગહી કાલે બે ઈચ વરસાદ પડવા થી લોકોએ ઠંડક અનુભવ કર્યો હતો
 

કોડીનાર
સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં આજે સવાર થીજ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો.જે આજે બપોરે સુધીમાં વધ્યો જ્યારે કોડીનાર માં બે કલાકમાં બે ઈંચ સાથે કુલ 3 જેટલો વરસાદ વર્ષયો છે.જેને લઈને કોડીનારના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.આમ છતાં વાહન વ્યવહાર પૂર્વવત છે.કોડીનારના પાણી દરવાજા મુખ્ય રોડ,બસ સ્ટેન્ડ વિસ્તાર સુગર ફેકટરી રોડ,હરિ ૐ ચોક સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે. જ્યારે ખેતરો તરબોળ થયા હતા સીઝનના પ્રથમ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા શહેરીજનોમાં ખુશી જોવા મળી રહી છે. વાવણીની રાહ જોઈ રહેલા ગીરના ખેડૂતોમાં વરસાદને લઈને આનંદ વ્યાપ્યો છે.હજુ વધુ વરસાદ થાય તો પણ કાંઈ વાંધો નથી.ખેતરોમાં ઉભેલી મોલાતને જીવત દાન મળ્યું છે.ગીરનો ખેડૂત આનંદિત છે.
 

ગોંડલ
ગોંડલ માં મેઘરાજા એ ધમાકેદાર એન્ટ્રી કરી હોય તેમ  બે કલાક  માં અઢી ઇંચ વરસાદ વરસતા શહેર નાં અંડરબ્રિજ સહિત રાજમાર્ગોપર પાણી ભરાયા હતા.

કોલેજ ચોક, માંડવીચોક,ત્રીકોણીયા થી જેલચોક સહિત માર્ગો પર ઠેરઠેર પાણી ભરાતા નગરપાલિકા ની પ્રી મોન્સૂન કામગીરી ની પોલ ખુલવા પામી હતી.આશાપુરા,ઉમવાડા અંડરબ્રિજ અને રાતાપુલ નીચે પાણી ભરાતા રાહદારીઓ અટવાયા હતા.ઉમવાડા અંડરબ્રિજ માં સ્કુલ બસ અને ટ્રેકટર પાણી માં ફસાયા હતા.ભગવતપરા માં નદીકાંઠા પરની દીવાલ ધરાશઇ થઇ હતી.કેટલાક વીજપોલ ધરાશઇ થયા હતા.તંત્ર દ્વારા ભુગર્ભ ગટરો સાફ કરાઇ નાં હોય માત્ર અઢી ઇંચ વરસાદ માં જ રાજમાર્ગોપર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્ય સર્જાયા હતા.નાના મોટા ઉમવાડા,ગુંદાળા,અનીડા,ચરખડી,રિબડા પટ્ટી પર ધોધમાર વરસાદ પડ્યો છે.
 

ભાવનગરમાં એનડીઆરએફ ટીમ સ્ટેન્ડ ટુ 
હવામાન ખાતા દ્વારા રાજ્યના કેટલાક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે .જેના પગલે તકેદારીના ભાગરૂપે ભાવનગરમાં પણ એનડીઆરએફની ટુકડી આવી પહોંચી છે. અને કોઈપણ આપત્તિ જનક સ્થિતિને પહોંચી વળવા સજજ બની છે . આ ટીમને ભાવનગરની માજીરાજ ગેસ્ટ હાઉસ ખાતે ઉતારો આપવામાં આવ્યો છે. બે દિવસ પૂર્વે ભાવનગરમાં ધીમીધારે વરસાદ વરસ્યા બાદ મેઘો હાથ તાળી આપીને જતો રહ્યો છે.  ભારે વરસાદની આગાહી થઈ છે ત્યારે હવે જોવું રહ્યું કે આ વખતે પણ મેઘરાજા મન મૂકીને વરસશે કે પછી એક વખત પણ હાથતાળી આપી જશે !

Print