www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટમાં વરસાદથી વિજ ધાંધીયા: 17 ફીડર ઠપ્પ: રીપેરીંગ માટે તંત્રની સતત દોડધામ


સૌરાષ્ટ્રમાં 251 ફીડર બંધ, 91 થાંભલા ધરાશાયી; 38 ગામડામાં પુરવઠો ખોરવાયો

સાંજ સમાચાર

રાજકોટ, તા.1
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં હળવા ભારે વરસાદમાં વીજ ફોલ્ટ સર્જાતા ઠેરઠેર સ્થળોએ વીજ પુરવઠો ખોરવાતા પીજીવીસીએલની ટીમોની વીજ સપ્લાય શરૂ કરવા સતત દોડધામ રહી હતી. વરસાદના કારણે 17 ફીડરો ફોલ્ટમાં જતાં તેને કાર્યરત કરવા તંત્રની સતત દોડધામ રહી હતી. સૌરાષ્ટ્રભરમાં 251 ફીડર બંધ થતાં વીજ પુરવઠાની સપ્લાય ખોરવાઇ હતી.

વરસાદના કારણે રાજકોટમાં આવેલ વરસાદના કારણે એચટી-1 સબ ડીવીઝન હેઠળ યોગેશ્ર્વર, નવાગામ, મારૂતી, મોરબી રોડ, સાત હનુમાન, મીરા ઉદ્યોગ ફીડર એચ.ટી-2 સબ ડિવિઝન હેઠળ સેન્ટ્રલ જેલ, સંતોષીનગર, રતન્મ નિર્મલા, પંચવટી ફીડર જ્યારે એચ.ટી-3 સબ ડીવીઝન હેઠળ અજંતા, વૃંદાવન, કસ્તુરી, નાનામવા, એટલાસ રાજહંસ ફીડરમાં વીજ પુરવઠો ખોરવાયુેલ જેને ટેકનીકલ ટીમોએ ફરી પ્રસ્થાપિત કરી આપેલ છે.

વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં 251 ફીડર બંધ થતાં વીજ વિક્ષેપ થયો હતો. 91 થાંભલા ધરાશાયી થતાં 38 ગામડાઓમાં પુરવઠો ખોરવાયો હતો. સૌરાષ્ટ્રભરમાં હળવા ભારે વરસાદથી ઠેર ઠેર સ્થળોએ ફીડર બંધ થયા,  વીજ પોલ ધરાશાયી થયા, 91 વીજ પોલ ધરાશાયી થતાં શહેર અને ગ્રામ્ય વિસ્તોરામાં વીજ વિક્ષેપથી પરેશાની વેઠવી પડી હતી. વીજ પુરવઠો પુર્વવત કરવા પીજીવીસીએલની ટીમોએ બને તેટલી ઝડપે વીજ પુરવઠો ફરી શરૂ કર્યો હતો.

Print