www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટ-જડચર્લા સ્પેશિયલ ટ્રેન ફરીથી મહેબુબનગર સુધી લંબાઈ


સાંજ સમાચાર

રાજકોટ તા.1
મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ-જડચર્લા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ને ફરી થી મહબૂબનગર સ્ટેશન સુધી લંબાવવામાં આવી છે. ઉપરાંત, કાચેગુડા-મહબૂબનગર વચ્ચેના સ્ટેશનો પર ટ્રેન ના આગમન અને પ્રસ્થાનના સમયમાં પરીવર્તન કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટથી મેડચલ સુધીના સ્ટેશનોના ટાઈમ ટેબલમાં કોઈ ફેરફાર થયો નથી. ટ્રેન નંબર 09575 રાજકોટ-મહબૂબનગર વીકલી સ્પેશિયલ 01.07.2024 થી 30.09.2024 સુધી દર સોમવારે રાજકોટથી 13.45 કલાકે ઉપડશે અને મંગળવારે 20.00 કલાકે મહબૂબનગર પહોંચશે.

એ જ રીતે ટ્રેન નંબર 09576 મહબૂબનગર-રાજકોટ સ્પેશિયલ, 02.07.2024 થી 01.10.2024 સુધી મહબૂબનગર થી દર મંગળવારે 22.10 કલાકે ઉપડશે અને ગુરુવારે 05.00 કલાકે રાજકોટ પહોંચશે.

ટ્રેનના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www. enquiry.indianrail.gov.in  ની મુલાકાત લઈ શકે છે.

 

Print