www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

આગામી કેન્દ્રીય બજેટમાં વેપાર ઉદ્યોગને લગતા મુદ્દાઓનો સમાવેશ કરવા રાજકોટ મશીનરી ડીલર્સ એસો.ની માંગ


♦ કોરોનાકાળમાં રેલ્વેમાં સીનીયર સીટીઝનને રેલ્વે ભાડામાં આપવામાં આવતી રાહત પુન: શરૂ કરો

સાંજ સમાચાર

♦ પેટ્રોલીયમ પ્રોડક્ટ વેટ ટેકસ નીચે કવર થાય છે જેથી ડીઝલ-પેટ્રોલ સસ્તા થઇ શકતા નથી, જીએસટી હેઠળ લાવવામાં આવે તો પેટ્રો પ્રોડક્ટના ભાવ વ્યાજબી થઇ શકે

રાજકોટ, તા.28

આગામી કેન્દ્રીય બજેટમાં વેપાર-ઉદ્યોગને લગતા 19 મુદ્ાઓનો સમાવેશ કરવા રાજકોટ મશીનરી ડીલર્સ એસો.ના પૂર્વ પ્રમુખ મનસુખભાઇ પટેલ, પ્રમુખ જયંતિભાઇ ટીલવા તથા માનદ મંત્રી અશ્ર્વિનભાઇ પટેલ વગેરેએ પ્રિ-બજેટ મેમોરેન્ડમ રૂપે ટુ ધ મોઇન્ટ રજૂઆત કરી છે.

કેન્દ્ર સરકારનું આગામી 2024-25 વર્ષનું અંદાજપત્ર ટૂંક સમયમાં લોકસભામાં રજૂ થવાનું છે. નાણાં મંત્રાલય હેઠળ મહેસુલ વિભાગે એક પરિપત્ર ઇસ્યુ કર્યો છે. તેમાં વેપાર ઉદ્યોગ સંગઠનોને ટેક્ષ માળખામાં બદલાવ વગેરેના સુચનો આપવા જણાવાયું છે. તે બાબતના સૂચનો અને અભિપ્રાય તેમજ કરમાળખા ઉપરાંત ટેક્ષ રેઇટમાં ફેરફાર તથા વધુ લોકોને ટેક્ષના દાયરામાં આવરી લેવા કરજાળ વિસ્તારવા વિષે પણ સરકાર તરફથી સૂચનો માંગવામાં આવ્યા છે.

નોકરીયાત વર્ગને સ્ટાન્ડર્ડ ડીડકશન જે રૂ।0,000/- છે તે લીમીટ ઘણી જ ઓછી છે તો તે માટે લીમીટ 1 લાખ સુધીની કરી આપવી જોઈએ. બક્ષીસ વેરાની મુકિત મર્યાદા જે રૂ।0,000/- છે તે રકમ વધારીને રૂ। લાખ સુધીની બક્ષીસ વેરાની મુકિત મર્યાદા આપવી જોઈએ. શોર્ટટર્મ કેપીટલ ગેઈન સીધો 15 ટકા લાગે છે તેમાં વ્યાજબી સુધારો કરી તે 10 ટકા કરી આપવો જોઈએ.

રેલ્વે: રેલ્વેમાં ચાર વર્ષ પહેલા સીટીજનને મુળ ભાડામાં 40 ટકા અને સ્ત્રીઓને 58 વર્ષ કે તેથી વધુની વયની મહીલાને રેલ્વે ભાડામાં 50 ટકા છુટ મળતી હતી.જે કોરોના કાળમાં આ રાહત બંધ કરી હતી. તો હવે કોરોના કાળ પુરો થઈ ગયો છે તો તે સુવિધા નવેસર દાખલ કરવા માટે વિનંતી કરવામાં આવે છે. રેલ્વે ઉપરાંત હવાઈ મુસાફરીમાં પણ સીનીયર સીટીજનને ઉપર પ્રમાણેના ભાડામાં રાહત આપવા વિચારવું જોઈએ.

હાલમાં પેટ્રોલીયમ પ્રોડકટ વેટ ટેક્ષ નીચે કવર થાય છે. જે ખુબ જ ઉચો દર હોવાથી પેટ્રોલ, ડીઝલ સસ્તા થઈ શકતા નથી. આ આઈટેમને જી.એસ.ટી નીચે લાવવામાં આવે તો પેટ્રોપ્રોડકટના ભાવ વ્યાજબી લેવલે આવી શકે.

ઈન્કમટેક્ષ કાયદામાં નવો સુધારો કરી પેમેન્ટની ચુકવણી માટે 45 દિવસની સમય મર્યાદા નકકી કરવામાં આવેલ છે. તેમ છતાં તેને ઈન્કમટેક્ષમાં બાદ કરવા અને ઉમેરવા તેવી જોગવાઈ કરી છે. તે વ્યવહારૂ લાગતી નથી.તો તેમાં કંઈક વ્યાજબી ફેરફાર કરવો ડીઝલ એન્જીન અને તેના કોમ્પોનન્ટ પાર્ટસ એગ્રીકલ્ચર આઈટમ છે.

જેને સરકારે 18 ટકા સ્લેબમાં રાખી છે.તે વ્યાજબી નથી એગ્રીકલ્ચર આઈટને 5 ટકાના સ્લેબમાં સમાવેશ કરવા કંઈક વિચારવું જોઈએ. જેથી કરીને ખેતી કરતા ખેડૂતને કંઈક રાહત મલી શકે અગાઉ જયારે વેટ અમલમાં હતો ત્યારે ડીઝલ એન્જીન પાર્ટસ ઉપર ફકત 5 ટકા વેટ હતો. તે જી.એસ.ટી.આવતા 18 ટકા થઈ ગયેલ છે. તેમાં યોગ્ય સુધારો કરવો પડે છે.

આ રહ્યા સુચનો
સીનીયર સીટીજનને પણ ઓર્ડીનરી કરદાતાના સ્લેબમાં લાવી દીધા છે. સીનીયર સીટીજનને ઓર્ડીનરી કરદાતા કરતા કંઈક વધારે લાભ મળવો જોઈએ તે આપવામાં આવેલ નથી.સીનીયર સીટીજનને સાત લાખને બદલે એકથી દોઢ લાખ સુધીનો વધારાનો લાભ આપવો.

મહીલાઓ માટે અલગથી કોઈ મુકિત મર્યાદા નથી જેથી મહીલાઓ માટે મુકિત મર્યાદા લીમીટ ઓડીનરી કરદાતાઓ કરતા થોડી વધારે કરી આપવીકરપાત્ર 80 વર્ષના સુપર સીનીયરોને થોડો વધુ લાભ મળે તે અંગે વિચારવુંવિદેશમાં સીનીયર અને સુપર સીનીયર સીટીજનને તબીબી સેવા વિના મુલ્યે લાભ આપવામાં આવે છે. જે ભારતમાં આ વર્ષથી 70 વર્ષ ઉપરનાને તે લાભ આપવાનું નકકી કરેલ છે. આ સગવડતાનો લાભ દરેક હોસ્પિટલમાં મલે તેવી જોગવાઈ કરી આપવી જોઈએ દરેક હોસ્પિટલમાં આ સ્કીમ કેશલેસ કરી આપવી જોઈએ. ત્રણ લાખની મુકિત મર્યાદા છે તે ચાર લાખની કરવી જોઈએ.

ચાર લાખથી આઠ લાખ 5 %
આઠ લાખથી બાર લાખ 10 %
બાર લાખથી સોળ લાખ 15 %
સોળ લાખથી વીસ લાખ 20 %
વીસ લાખથી ઉપર 30 %

ઉપર પ્રમાણે કરમાળખામાં સુધારો કરવામાં આવે તો નાના કરદાતાઓને કઈક અંશે રાહત મલ્યાની લાગણી થશે. જો કોઈ બેંક ડીફોલ્ટ થાય ત્યારે ઓર્ડીનરી વ્યકિતને પાંચ લાખનું કવચ આપેલ છે. તો સીનીયર સીટીજનને બેંકમાં રોકેલ રકમનું પુરેપુર કવચ એટલે કે પુરેપુરી રકમ પરત મળી જોઈએ

Print