www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

એટ્રોસીટીના ગુનામાં આરોપી પોલીસપુત્રની આગોતરા જામીન અરજી નામંજુર કરતી રાજકોટની સ્પે. કોર્ટ


સાંજ સમાચાર

રાજકોટ, તા.29

રામનાથપરા પોલીસ લાઇનના ક્વાર્ટરમાં રહેતા અને કોન્સ. તરીકે ફરજ બજાવતા એવા એક નિષ્ઠાવાન પોલીસ કર્મચારીના ઘરના દરવાજા આગળ કચરો ફેંકવા બાબતે ક્વાર્ટરની સામે રહેતા અન્ય પોલીસ કર્મચારીના પુત્રએ ઝઘડો કરી મુળ ફરિયાદીને તેમની જ્ઞાતિ બાબતે અપમાનજનક શબ્દો કહી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી તલવાર વડે મુળ ફરિયાદીના ઘરના દરવાજા પર ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યા અંગેની ફરિયાદમાં આરોપીઓના આગોતરા જામીન અરજી નામંજુર.

રામનાથપરા પોલીસ લાઇનના ક્વાર્ટરમાં રહેતા અને રાજકોટ મુંજકા (ગાંધીગ્રામ-2) પોલીસ સ્ટેશન કોન્સ્ટેબલ તરીકેની ફરજ બજાવતા હોય અને તેમના ક્વાર્ટરની સામે અન્ય પોલીસ કર્મચારી પોતાના પરિવાર સાથે રહેતા હોય અને તા.16-6-24ના રોજ મુળ ફરિયાદીએ પોતાના ઘર પાસે કચરો ફેંકવા બાબતે મુખ્ય આરોપીને કહેતા તેઓ ઉશ્કેરાઇ જઇ પોતાના ભાઇને ફોન કરી બોલાવેલ અને બન્ને આરોપીઓએ ભેગા મળી મુળ ફરિયાદી સાથે કચરો ફેંકવા જેવી નજીવી બાબતમાં ઝઘડો કરી મુળ ફરિયાદીને જ્ઞાતિ બાબતે અપમાનજનક શબ્દો કહી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી મુળ ફરિયાદીને જ્ઞાતિ બાબતે હડધૂત કરી આરોપી પોલીસ પુત્રએ તલવાર કાઢી મુળ ફરિયાદી ઉપર હુમલો કરવા આવતા હોય મુળ ફરિયાદી પોતાના ઘરમાં જઇ ઘર લોક કરી દેતા

આ પોલીસ પુત્રએ મુળ ફરિયાદીના ઘરના બંધ દરવાજા ઉપર તલવાર વડે હુમલો કરતા મુળ ફરિયાદીએ પોલીસ બોલાવેલ અને આ પોલીસ કર્મચારીઓના સંતાનો અનુસૂચિત જાતિ અને અનુ.જાતિ પ્રતિબંધ અધિનિયમની કલમ 3(1)(આર) મુજબનો ગુનો નોંધાયેલ. જે ગુનાના કામે આ કામના આરોપીઓએ રાજકોટની સ્પે. એટ્રોસીટી કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલ ફરિયાદીને ફરિયાદ ન નોંધવા તથા આરોપી પોલીસપુત્ર સાથે સમાધાન કરી લેવા પ્રેશર કરતા હોય આરોપીઓની આગોતરા જામીન નામંજુર કરવા રજુઆતો કરેલ. રાજકોટની સ્પે. એટ્રોસીટી કોર્ટે મુળ ફરિયાદીના વકીલ ધ્રુવિન છાયાએ રજુ રાખેલ લેખીત વાંધાઓ તથા મૌખિક દલીલોને ધ્યાને લઇ આરોપીઓની આગોતરા જામીન અરજી નામંજુર કરતો હુકમ ફરમાવેલ.
આ કામે મુળ ફરિયાદી વતી વકીલ ધ્રુવિન છાયા, વીનેશ છાયા, અનિરૂધ્ધ ધાણેજા, નીર્મીત ગોસ્વામી તથા સંદીપ ખેમાણી રોકાયેલ હતા.

 

Print