www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સતત ત્રીજી ટર્મમાં વડાપ્રધાન બનવા બદલ નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવતું રાજકોટ જીલ્લા ભાજપ


સાંજ સમાચાર

રાજકોટ, તા 12 
કેન્દ્ર સરકારમાં સતત બે ટર્મથી ભારતીય જનતા પાર્ટીની સત્તા રહેલી. લોકસભાની ચૂંટણીમાં બહુમતીથી વિજય મેળવી આ વખતે પણ ભાજપ અને એન.ડી.એ.ના સંસદસભ્યોની સર્વસંમતિથી નરેન્દ્રભાઈ મોદીએ સતત ત્રીજી ટર્મમાં વડાપ્રધાન તરીકેના રાપથ ગ્રહણ કર્યો છે.

જેને રાજકોટ જીલ્લા ભાજપ પ્રભારી ધવલભાઈ દવે, રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયા, મહામંત્રી ઓ નરેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઈ હેરભા, રવિભાઈ માકડિયા સહિત જીલ્લા હોદ્દેદારો દ્વારા નરેન્દ્રભાઈ મોદીને શુભેચ્છા પાઠવી અભિનંદન પાઠવ્યા હતા.

નરેન્દ્રભાઈ મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ પછી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનનારા બીજા નેતા બન્યા છે. ભાજપ અને એન.ડી.એ એ સતત ત્રીજી ટર્મમાં નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન તરીકે દેશનું સુકાન સંભાળ્યું છે ત્યારે ભારત દેશનો વિકાસ અવિરપણે ચાલતો રહેશે. દેશના છેવાડાના માનવીને ભારતની વિવિધ યોજનાઓનો લાભ આપી અને દેશના વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવામાં આવશે. 

 

Print