www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટ જિલ્લામાં પણ ધોધમાર 1 થી 6 ઇંચ વરસાદ


આજે સવારે પૂરા થતાં 24 કલાકમાં તમામ તાલુકામાં મળી કુલ 14 ઇંચ અને બપોર સુધીમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો: ધોરાજીમાં 6, જેતપુરમાં 5.5 અને કંડોરણામાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો

સાંજ સમાચાર

રાજકોટ, તા.1

રાજકોટ જિલ્લામાં ગઇકાલે સવારે 8-30 થી આજે સવારે 8-30 સુધીમાં એટલે કે, છેલ્લા 4 કલાકમાં વિવિધ તાલુકાઓનો મળી કુલ 14 ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમ્યાન સૌથી વધુ જેતપુર તાલુકામાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો અને ધોરાજી તથા કંડોરણામાં ત્રણ-ત્રણ ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો હતો.

હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં જોરદાર વરસાદ નોંધાયો છે. જે મુજબ છેલ્લા 24 કલાકમાં કોટડા સાંગાણીમાં 4, જામકંડોરણામાં 71, લોધિકામાં 9, જેતપુર 93, ધોરાજી 72, જસદણમાં 30, ગોંડલમાં 25, ઉપલેટા 33, વીંછીયા 11 મી.મી. વરસા મળી કુલ 355 મી.મી. વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં આજે સવારે 6 થી 10 કલાક સુધીમાં 30 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 134.44 મિમિિ વરસાદ વરસ્યો હતો.

રાજકોટ જિલ્લા કંટ્રોલ રૂમની યાદીમાં જણાવાયા પ્રમાણે પડધરી તાલુકામાં સવારે 10 કલાક સુધીમાં 35 મિમિ, રાજકોટમાં 17 મિમિ, લોધીકામાં 8, કોટડા સાંગાણીમાં 22, જસદમ 16, ગોંડલમાં 17, જામ કંડોરણામાં 35 મિમિ, ઉપલેટામાં 57, ધોરાજી 75, જેતપુરમાં 31 તથા વીંછીયામાં 16 મિમિ વરસાદ વરસ્યો હતો.ઉલ્લેખનિય છે કે જિલ્લામાં છેલ્લા 30 કલાક દરમ્યાન એટલે કે રવિવારે આખો દિવસ અને રાત્રીના તથા આજે બપોર સુધીમાં ધોરાજીમાં સૌથી વધુ 6 ઇંચ, જેતપુરમાં 5.5 ઇંચ અને જામકંડોરણામાં 4.5 ઇંચ સૌથી વધુ વરસાદ પડ્યો છે.

 

Print