www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભારતીય જનતા પક્ષના આદ્યસ્થાપક ડો.શ્યામાપ્રસાદ મુખર્જીને પુણ્યતિથિ પર શબ્દાંજલિ પાઠવતા રાજુ ધ્રુવ


ડો. શ્યામાપ્રસાદ મુખર્જી દ્વારા પ્રેરિત દેશની એકતા અખંડિતતાનું રક્ષણ તથા રાષ્ટ્રહિત-લોકસેવાલક્ષી વિચારધારા જ ભાજપનો પ્રેરણાસ્ત્રોત

સાંજ સમાચાર

રાજકોટ, તા.22

23 જૂન, 1953ના રોજ પ્રખર રાષ્ટ્રભકત મહામાનવ ડો. શ્યામાપ્રસાદ મુખર્જીને દેશની એકતા અખંડિતતાના રક્ષણ માટે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું. રાષ્ટ્રનિર્માતા મહાનાયક સરદાર પટેલના અવસાન બાદ આપખુદ અને અવિચારી બની 370 મી કલમ લાગુ કરી દેશની એકતા અને અખંડિતતા ને જોખમમાં મુકનાર કોંગ્રેસની રાષ્ટ્રહિત-હિન્દુ વિરોધી નીતિનો જડબાતોડ જવાબ જેમણે ભારતને એક સશક્ત અને રાષ્ટ્રવાદને સંપૂર્ણ સમર્પિત રાજકીય પક્ષ ભારતીય જનસંઘ(ભારતીય જનતા પાર્ટી)ની સ્થાપના કરીને આપ્યો. 

ડો.શ્યામાપ્રસાદ મુખર્જીને પુણ્યતિથિ પર શબ્દાંજલિ પાઠવતા રાજુભાઈ ધ્રુવએ જણાવ્યું હતું કે, આઝાદ થયેલો દેશ લોકશાહીના પથ પર ચાલતો રહે અને તેને ભાગલાવાદી માનસિકતા સાથે તુષ્ટિકરણની અન્યાયકારી નીતિઓ દ્વારા દેશની એકતા અને અખંડિતતાને નુકસાન ન પહોંચે, નવનિર્મિત રાષ્ટ્ર સાથે જમ્મુ કાશ્મીરને જોડાયેલું રાખવા માટે પોતાનું જીવન ભારતમાતાના ચરણે સમર્પિત કર્યું. દેશની એકતા અને અખંડિતતાની યજ્ઞવેદીમાં પોતાના પ્રાણની આહુતિ અર્પણ કરી દેશની અખંડિતતાનું રક્ષણ કર્યું. સરદાર પટેલના અવસાન બાદ જમ્મુ કાશ્મીર અને ચીન અંગે નિરંકુશ બની દેશહિત અને હિન્દુ હિત વિરોધી નિર્ણયો વડાપ્રધાન જવાહરલાલ નેહરૂએ લીધા હતા. જેના માઠા પરિણામ આજે પણ દેશ ભોગવી રહ્યો છે.

સરદાર વલ્લભભાઈ પટેલની જેમ જ ડો. શ્યામપ્રસાદ મુખર્જી પણ પહેલેથી જ કાશ્મીરને વિશિષ્ટ રાજ્યનો દરજ્જો આપવાના કોંગ્રેસના નિર્ણયના વિરોધી હતા. પરંતુ તેમ છતાંય વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ પોતાના અવિચારી નિર્ણય પર અડગ રહ્યા અને તેનું પરિણામ વર્ષો સુધી સમગ્ર ભારત દેશ અને ભારતની જનતાએ ભોગવ્યું. પરંતુ વર્ષો બાદ આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 370 ની કલમ હટાવીને ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના અધૂરા સ્વપ્નને પૂર્ણ કર્યું અને સાથે જ કાશ્મીર અને કાશ્મીરના લોકોને અખંડ ભારતમાં સ્વાભાવિક અને સહજ આવકાર આપ્યો. ડો. શ્યામાપ્રસાદ મુખર્જીનું વર્ષ 1953માં પર વર્ષની વયે કાશ્મીરમાં શ્રીનગરની જેલમાં શંકાસ્પદ મૃત્યુ થતાં ભારતીય જનસંઘના નેતૃત્વ હેઠળ કોંગ્રેસની આપખુદશાહી જોહુકમીના વિરોધમાં ભારતીય રાજકારણમાં એક શૂન્યાવકાશ સર્જાયો હતો.

Print