www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજુલા એચ.બી.સંઘવી મહિલા આટર્સ તથા કોમર્સ કોલેજનું બીકોમમાં ઉજ્જવળ પરિણામ


સાંજ સમાચાર

રાજુલા,તા.23
રાજુલા શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા આર્ટ્સ તથા કોમર્સ કોલેજનાં તૃતીય વર્ષ બી.કોમનું ઉજ્જવળ પરિણામ સૌરાષ્ટ્ર યુનવર્સિટી દ્વારા જાહેર થયેલ તૃતીય વર્ષ બી.કોમમાં કોલેજના વિદ્યાર્થિની બહેનોએ વિશિષ્ટ સફળતા પ્રાપ્ત કરી છે. સખ્ત મહેનતનો કોઈ વિકલ્પ નથી હોતો.

ઉજ્જવળસફળતાનો લક્ષ્યાંક સિદ્ધ કરનાર પ્રથમ ક્રમાંકે  કુમારી પ્રિયાબેન લાભા ભાઈ જીંજાળા 77.91 ટકા દ્વિતીય ક્રમાંકે કુમારી નેહા બેન પુના ભાઈ  બલદાનીયા 77.57 ટકા તૃતીય નંબરે કુમારી ધુપ્તી બેન નરસિંહ ભાઈ  જીંજાળા સર્વોપરી રહ્યા છે.આ સાથે કોલેજ ની 33 વિદ્યાર્થિની બહેનો ડીસ્તિંકશન તથા તમામ બહેનો હાયર ફર્સ્ટ ક્લાસ વર્ગ માં ઉતીર્ણ થયા છે

કોલેજ નાં સેક્રેટરી શ્રી બાલકૃષ્ણ ભાઈ ત્રિવેદી તથા કેમ્પસ મેનેજર શ્રી રવિ ભાઈ વ્યાસ તથા કેમ્પસ ડાયરેક્ટરશ્રી ડો.જીજ્ઞેશ ભાઈ વાજા  તથા પ્રિન્સિપાલ  ડો.શ્રીરીટા બેન રાવળ  તથા  પ્રાધ્યાપક પરિવાર  દ્વારા બહેનોને ઉજ્જવળ કારકિર્દી માટે અભિનંદન પાઠવી પરિવાર,સમાજ તથા રાષ્ટ્ર સેવા ની ફરજ અદા કરવાની શુભેચ્છાઓ પાઠવી હતી.

Print