www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજુલાનાં જીવલેણ હુમલાનો બનાવ હત્યામાં પલટાયો


પાંચ શખ્સોએ દાતરડા, પાઈપ, લાકડીથી ગંભીર ઈજા પહોંચાડતા સારવારમાં રાજકોટ દવાખાને મોત: ખૂનની કલમનો ઉમેરો

સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ દ્વારા) અમરેલી,તા.27
રાજુલાના મફતપરા, નવા રેલ્વે સ્ટેશનની સામે રહેતો અને ત્રણ જિલ્લામાંથી હદ પાર થયેલ એક શખ્સને અગાઉના ઝગડામાં પાંચ જેટલાં શખ્સોએ દાતરડુ, લોખંડની પાઇપ, લાકડી જેવાપ્રાણધાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા કરતા હદપાર કરેલ શખ્સનું સારવાર દરમિયાન મોત નિપજેલ હતું.

આ બનાવમાં રાજુલાના મફતપરા, નવા રેલ્વે સ્ટેશનની સામે રહેતા પ્રસનબેન ભરતભાઇ ભાભલુભાઇ ધાખડા નામનાં પ0 વર્ષિય મહિલાના દીકરા રણજીતભાઇ સાથે અગાઉ આરોપી જૂબેર તથા સુલેમાને ઝગડો કરેલ હોય. તે વાતનુ મનદુ:ખ રાખી મહિલાના દીકરા હરસુરભાઇ ભરતભાઈ ધાખડા ગત તા. ર4/6ના રાત્રીના આશરે સાડા આઠેક વાગ્યાની આસપાસ રાજુલા, જુના કડીયાળીગામે જવાના રસ્તે પાંચ આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી એકસંપ કરી દાતરડુ, લોખંડની પાઇપ, લાકડી જેવા પ્રાણઘાતક હથિયારો ધારણ કરી હરસુરભાઇને માથાના ભાગે દાતરડુ મારી ગંભીર ઇજા કરી અન્ય આરોપીઓએ લોખંડના પાઇપ વડે, લાકડી વડે બંન્ને પગમાં તેમજ બંન્ને હાથમાં અલગ અલગ જગ્યાએ વારા ફરતી માર મારી બંન્ને હાથ તથા પગમાં અલગ અલગ જગ્યાએ ફેકચરો કરી .

તેમજ ગંભીર ઇજા કરી તેમજ બંન્ને પગે તેમજ બંન્ને હાથે તેમજ વાંસાના ભાગે ઇજા કરતાં ગંભીર રીતે ઘવાયેલા હરસુરભાઇને રાજકોટ ખાતે સારવાર માટે ખસેડાયેલ જયાં તેમનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવમાં ભોગબનનાર મૃતક હરસુરભાઇ ભરતભાઇ ધાખડાનેસબ ડિવીઝનલ મેજી. રાજુલાના હુકમ હદપારી કેસ નં.8/23 ના કામે બે વર્ષ માટે અમરેલી જીલ્લા તથા તેને લાગીને આવેલ ભાવનગર તથા ગીર સોમનાથ એમ કુલ-3 જીલ્લાઓમાંથી હદપાર કરેલ હોવા છતાં આ ઇસમે કોર્ટ અથવા કોઇ સત્તાધિકારીની પુર્વ મંજુરી વગર બીજીવાર અમરેલી જીલ્લાના રાજુલામાં પ્રવેશ કરી હદપારી હુકમનો ભંગ કરી ગુન્હો કરેલ હોવાની પણ પોલીસે ફરિયાદ નોંધેલ હતી.

Print