www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજુલાના વડ ગામના યુવાનની કાર પાછળ પીછો કરી ફાયરીંગ: કારના કાચ પણ તોડી નાખ્યા


અગાઉના મનદુ:ખ પ્રશ્ને હુમલો કરનાર ચાર વિરૂદ્ધ ફરિયાદ

સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ) અમરેલી, તા.24
રાજુલા તાલુકાના વડ ગામે રહેતા અને ખેતી કામ કરતાંશિવરાજભાઈ વાલાભાઈ ધાખડા નામનાં 33 વર્ષિય યુવકને આજથી આશરે બે-એક મહીના પહેલા નાગેશ્રી ગામ પાસે આવેલ ટોલ નાકે જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ ગામે રહેતા મયુરભાઇ ભાભલુભાઇ વરૂએ ગાળો આપેલ હતી, અને તેનો વિડીયો ખેડૂત યુવકે તેમના મોબાઇલ ફોનમાં ઉતારેલ હતો, તે વાતનું જુનુ મન દુ:ખ રાખી મયુરભાઇ ભાભલુભાઇ વરૂ, પહુભાઈ વરૂ, હરેશભાઈ ભાભલુભાઈ વરૂ તથા સંજયભાઈ વરૂએ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા સારૂ પુર્વ આયોજીત ગુન્હાહીત કાવતરૂ રચી આરોપીએ પોતાના હવાલાવાળી સફેદ કલરની ફોરવ્હીલ ગાડી લઇ ખેડૂત યુવકની ગાડી નં. જીજે-34 એન 001ર નો પીછો કરી, તેમની સાથે ભટકાવી ચતુરી/પીપળવા ગામ પાસે ગેરકાયદેસર અવરોધ કરી ખેડૂતની ફોરવ્હીલ ગાડી રોકાવી આરોપીઓએ અલગ-અલગ હથીયારો લઇ તેમની ફોરવ્હીલ ગાડી માંથી નીચે ઉતરી ખેડૂત યુવકની પાછળ દોડી આરોપીઓ પાસે રહેલ પીસ્તોલ તથા તમંચામાંથી ખેડૂત યુવકને જાનથી મારી નાખવાના ઇરાદે તેમના ઉપર ફાયરીંગ કરેલ.

ત્યારબાદ ખેડૂત યુવક બચી જતા આરોપીઓએ અલગ- અલગ હથીયારો વડે ખેડૂત યુવકની ગાડીના આગળ તથા પાછળ કાચ તોડી ધોબા પાડી આશરે રૂપિયા ર,પ0,000નું નુકસાન કરી નાસી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાય છે. 

Print