www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અયોધ્યામાં રામના નામનો વેપાર કર્યો એટલે ભાજપ હાર્યો


વિજેતા સપા નેતાનો કટાક્ષ: ભગવાન રામ આસ્થાનું પ્રતિક, રાજનીતિ ન કરાય

સાંજ સમાચાર

લખનૌ,તા.7
હાલ દેશમાં સૌથી વધુ ચર્ચા ફૈઝાબાદ (અયોધ્યા) લોકસભા સીટ પર જીતનાર સમાજવાની પાર્ટીનાં ઉમેદવાર અવધેશ પ્રસાદની થઈ રહી છે. જયાં રામમંદિર બન્યુ ત્યાં જ ભાજપને પછડાટ મળી છે. 9 વખત ધારાસભ્ય બનનાર ધારાસભ્ય અવધેશ પ્રસાદ હવે સંસદમાં બેસશે.અયોધ્યામાં જન્મેલા સમાજવાદી પાર્ટીના નેતા અવધેશપ્રસાદની જીતથી ભાજપને મોટો ઝટકો લાગ્યો છે.જયારે વિપક્ષ ગદગદ છે.

અવધેશ પ્રસાદ કહે છે કે ભગવાન આપણા સૌના મનમાં છે. પણ ભાજપે રામના નામ પર વેપાર અને રાજનીતિ કરી તેમણે જણાવ્યું હતું કે તે જન્મતી જ રામભકત છે.રામ આસ્થાનો વિષય છે.રાજનીતિનો નહીં મારો જન્મ અયોધ્યામાં થયો છે.હું જન્મથી રામભકત છું. ભણતો હતો ત્યારથી બધા મંદિરોમાં જતો હતો.

હજુ પણ સરયુ સ્નાન અને પૂજા કરૂ છું. ઉમેદવારી ભરતા પહેલા અને જીત પછી હનુમાન ગઢીના દર્શને ગયો હતો. રામલલ્લાનાં પણ દર્શન કરીશ કેટલાંક લોકો કહે છે કે તેઓ રામનું લાવ્યા છે અરે, રામ સદીઓથી છે શું તેમને કોઈ લાવી શકે?

ભાજપે રામના નામે માત્ર રાજનીતિ અને વેપાર કર્યો. અયોધ્યાનાં લોકોએ તેમને બરાબરનો પાઠ ભણાવ્યો. પોતાની જીત પર અવધેશ પ્રસાદ કહે છે કે અયોધ્યાના લોકોનુ દુ:ખદર્દ કોઈ ન સમજયા.અયોધ્યામાં થયેલા નિર્માણમાં કેટલાક મકાનો-દુકાનો તોડી નખાયા લોકો બેરોજગાર થઈ ગયા. લોકોને વળતર ન મળ્યુ આથી નારાજ લોકોએ સમાજવાદી પાર્ટીને પસંદ કરી.

અવધેશ પ્રસાદે કહ્યુ હતું કે હજુ પણ અયોધ્યાનો વિકાસ નથી થયો. માર્ગો હટી ગયા છે.રામમંદિરના નામે લોકોએ પોતાની જમીન ખરીદી તેમાં કૌભાંડો થયા અમારી સરકાર બની તો તેમાં કાયદેસર રીતે તપાસ થશે.હવે લોકો અયોધ્યાનાં લોકોને ઘણા ખરાબ કહી રહ્યા છે.તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે આ લોકોની ખોટી વિચારધારા છે.

Print