www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અક્સ્માતમાં ઘવાયેલ રામજીભાઈ કોઢીયાએ સારવારમાં દમ તોડયો


સાંજ સમાચાર

રાજકોટ તા.29
અક્સ્માતમાં ઘવાયેલ રામજીભાઈ કોઢીયાએ સારવારમાં દમ તોડયો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી.
બનાવની વિગત મુજબ રામજીભાઈ છોટુભાઈ કોઢીયા નામનાં વૃદ્ધ ગત તા.22/6 ના રોજ બપોરના અઢી વાગ્યા આસપાસ હોસ્પિટલ ચોક બ્રીજ ઉપર જતા હતા ત્યારે અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા ઈજાઓ પહોંચી હતી. બાદ ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવારમાં આજે દમ તોડી દિધો હતો. 

Print