www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

હળવદના સામાજિક કાર્યકર રાણાને ધ પ્રાઈડ ઓફ ગુજરાત એવોર્ડ એનાયત


અમદાવાદમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરાયું અભિવાદન

સાંજ સમાચાર

(પ્રશાંત જયસ્વાલ/વિશાલ જયસ્વાલ) હળવદ,તા.23
હળવદના સામાજિક કાર્યકર રાજેન્દ્રસિંહ રાણાને ધ પ્રાઈડ ઓફ ગુજરાત એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે.તાજેતરમાં અમદાવાદ ખાતે વાય એમ.સી.એ.કલબ ખાતે તેમને આ એવોર્ડ સેલિબ્રિટીઓની ઉપસ્થિતિમાં એનાયત કરવામાં આવેલ હતો.અહીં બે ઉલ્લેખનીય છે કે ગૌરવવંતા "ધ પ્રાઈડ ઓફ ગુજરાત" એવોર્ડમા પસંદગી પામેલ રાજેન્દ્રસિંહનો જન્મ હળવદમાં જ થયો હતો. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જન્મ ભૂમિ હળવદને જ પોતાની કર્મ ભૂમિ બનાવીને ખરીદ વેચાણ સંઘમાં એકાઉન્ટન્ટની ફરજ બજાવી. નોકરી, વ્યવસાય અને ખેતીની સાથે સાથે સેવા કાર્યને પહેલી પ્રાથમિકતા આપીને તન,મન, ધનથી નિશ્વાર્થપણે સામાજિક કાર્યમાં મહત્વનું યોગદાન આપ્યું. તેઓ ઘણા વર્ષોથી અને ઘણી બધી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સામાજિક અને ધાર્મિક સંસ્થાઓં સાથે જોડાયેલા છે અને તેમાં નોંધપાત્ર કાર્ય કરી યોગદાન આપેલ છે. 

ખાસ કરીને 2015/16 માં તેમની આગેવાનીમાં ગામ અને તાલુકાના લોકોની સેવા માટે હળવદમા રોટરી ક્લબ શરૂ કરી અને સભ્યોની મોટી ટીમ બનાવીને લોકોને પણ સેવાના સહયોગી બનાવ્યા.

રોટરી મારફતે શહેર, ગ્રામ્ય તેમજ લોકો માટે વિવિધ ક્ષેત્રના નવીન અને અનોખા તેમજ નાના,મોટા અને કાયમી અસંખ્ય સેવા પ્રોજેક્ટ કરવામાં આવ્યા છે.
રાજેન્દ્રસિંહ રાણાને 100 થી પણ વધુ એવોર્ડ,સિલ્ડ, મેડલ,સર્ટિફિકેટ દ્વારા અગાઉ પણ ઘણી સંસ્થાઓં દ્વારા સન્માનિત અને પ્રોત્સાહિત કરવામાં આવેલ છે. 

Print