www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ઓરિસ્સાના હાઈકોર્ટના બે જજોનો અજબ ગજબ ચુકાદો

રેપ-મર્ડરનો દોષી જેલમાં પાંચ વાર નમાઝ પઢતા ફાંસીની સજા આજીવન કારાવાસ કરાઈ!


અપરાધીની સજા ઘટાડવાના જજોના ફેસલા સામે સવાલો: શું પાંચ વખતની નમાઝ અપરાધી સુધરી ગયાનો માપદંડ?

સાંજ સમાચાર

નવી દિલ્હી તા.28

શું અમાનવીય અને રેરેસ્ટ કેસમાં અપરાધી સાબીત થયેલ વ્યક્તિ જો જેલમાં પાંચ વખત નમાઝ પઢે તો તેની સજા ઘટાડી શકાય? તેને સુધારાનો પુરાવો ગણાય? ઓરિસ્સાના બે જજોને તો આવું લાગે છે. વાત એમ છે કે હાઈકોર્ટના બે જજોની પીઠે માત્ર 6 વર્ષની માસૂમ બાળકી પર રેપ અને અમાનવીય હત્યાના કેસના અપરાધીની ફાંસીની સજાને આજીવન કારાવાસમાં બદલી નાખી છે.

હાઈકોર્ટની ખંડપીઠે પોતાના નિર્ણયમાં દોષીની સજા ઘટાડવા કહેલું કે તે દિવસમાં અનેકવાર અલ્લાહને દુઆ કરે છે અને દંડ સ્વીકારવા પણ તૈયાર છે. કારણ કે તેણે અલ્લાહની સામે આત્મ સમર્પણ કરી દીધુ છે.

હાઈકોર્ટના જજ એસ.કે.સાહુ અને જસ્ટીસ આર.કે.પટનાયકની ખંડપીઠે અપરાધી શેખ આસીફ અલી (ઉ.36)ની ફાંસીની સજાને ઘટાડીને આજીવન કારાવાસમાં બદલી નાખી છે. જેને લઈને સવાલો ઉભા થયા છે.

Print