www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રેશનીંગનાં દુકાનદારો એલ.વન મંત્રા ડિવાઈસનો બહિષ્કાર કરશે


અંત્યોદયનો બચત જથ્થો અન્ય દુકાનોમાં ટ્રાન્સફર કરો: કમિશનનાં જી.આર.ની શરત નં.8માં ફેરફાર કરવો: ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન દ્વારા રાજયનાં પુરવઠા નિયામકને રજૂઆત

સાંજ સમાચાર

રાજકોટ તા.29
ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન દ્વારા રાજયભરનાં રેશનીંગ દુકાનદારોનાં વિવિધ પડતર પ્રશ્નો અંગે રાજય પુરવઠા વિભાગનાં નિયામકને એક આવેદન પાઠવી રજૂઆત કરી છે.

ખાસ કરીને એલ.વન ડિવાઈસ, અંત્યોદય બચત જથ્થો, 15 ફેબ્રુઆરીનાં જી.આર.ની શરત નં.8માં ફેરફાર વારંવાર ડાઉન થતું સર્વર, કમિશન વધારો સહિતનાં પ્રશ્નો તાકીદે હલ કરવા માંગણી કરી હતી.

એસોસિએશનએ પાઠવેલા આવેદનમાં જણાવાયું હતું કે આવનારા જુલાઈ માસથી મંત્રા ડિવાઈસનું નવું વર્ઝન એલ.વન ફરજીયાત પ્રમાણે ઉપયોગ કરવાનું થશે એવું સરકારના પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે. વેપારીઓ હાલમાં જે મંત્રા ડિવાઈસ વાપરે છે, આ મંત્રા ડિવાઈસ સરકારે એક વખત ફ્રીમાં આપેલા છે ત્યારબાદ આ ડિવાઈસનું મેન્ટેનન્સ અને ખરાબ થાય તો નવા ડિવાઈસ પણ વેપારી ભાઈઓએ પોતાના સ્વખર્ચે ખરીદી કર્યા છે.

જયારે મંત્રા ડિવાઈસ ફરજિયાત કરવામાં આવ્યું એ પહેલા વેપારી ભાઈઓએ પોતાના ખર્ચે કોમ્પ્યુટર અને સેશ્યુઝન નામના બાયોમેટ્રીક ડિવાઈસનો ઉપયોગ કરતા હતા. આ સેશ્યુઝન ડીવાઈસ પણ વેપારીઓએ પોતાના ખર્ચે ખરીદ કર્યા હતા. જે હાલમાં પણ કોઈ પણ પ્રકારના વપરાશ વગર પડી રહ્યા છે. સરકાર વારંવાર સમયાંતરે નવી ટેકનોલોજીના નામે વેપારી ભાઈઓ પર આર્થિક બોજ નાખતી રહી છે. ત્યારે આવનારી પહેલી જુલાઈથી મંત્રા એલ.વન ડીવાઈસને અમલમાં મૂકવા માટે પરિપત્ર કર્યો છે એ પરિપત્રને ઓલ ગુજરાત એફપીએસ એસો. ગુજરાત રાજયના વેપારી ભાઈઓ આ પ્રકારનો ખર્ચ સહન કરી શકે એવી સ્થિતિ નથી.

 ઓલ ગુજરાત એફપીએસ એસો.ગુજરાત રાજયના વેપારી ભાઈઓ આ પ્રકારનો ખર્ચ સહન કરી શકે એવી સ્થિતિ નથી.  માટે વેપારી ભાઈઓ એલ.વન મંત્રા ડિવાઈસની ખરીદી કરશે નહીં. સરકારે આ પ્રકારના ડિવાઈસ વાપરવા માટે ફરજ પાડવી હોય તો સરકારે આ પ્રકારના ડિવાઈસ વેપારી ભાઈઓને પોતાના તરફથી ફ્રી આપવા જોઈએ.

તથા દુકાનદાર પાસે અંત્યોદય કાર્ડ ઓછા હોય સામે જથ્થો વધારે ફાળવતો હોય તેમજ બચત જથ્થો જમા થતો હોવાથી વળી તહેવારમાં વધારાની ખાંડની પણ પરમીટ નીકળતી હોય અને એમાં પણ મોટા પ્રમાણમાં જથ્થો બચત જથ્થો જમા થતો હોવાની વળી તહેવારમાં વધારાની ખાંડની પણ પરમીટ નીકળતી હોય અને એમાં પણ મોટા પ્રમાણમાં જથ્થો બચત રહેતો હોય અંત્યોદય રેગ્યૂલર ખાંડમાં આ જથ્થો પાછળથી ઉમેરવામાં આવતા આગળનો બચત જથ્થો ઓછો થતો નથી.

દુકાન ઉપર પડી રહેલ આ ખાંડનો જથ્થો એકસપાયર થવાની પણ શકયતા રહેલી હોય ભવિષ્યમાં આ બાબતે પ્રશ્ર્ન ઉભા થઈ શકે છે. તેથી અન્ય દુકાનમાં પણ ટ્રાન્સફર આપવા કે પુરવઠા નિગમના ગોડાઉન ઉપર પરત લઈ રીફંડની રકમ આપવી.

તેમજ મીનીમમ કમિશનની માગણીમાં સરકાર દ્વારા 97% વિતરણની શરત મુકવામાં આવેલ છે, પરંતુ તેમાં ગ્રાહક માલ લેવા ન આવે, સર્વર ધીમુ ચાલવાથી કે પોર્ટેબીલીટીના હિસાબે ગ્રાહક અન્ય દુકાનેથી માલ લઈ લેતા હોવાથી આ ટાર્ગેટ હાસિલ કરવો શકય નથી જેથી આ શરતમાં સુધારો કરવા માંગણી છે.

ઉપરાંત વિતરણ સમયે વારંવાર સર્વર ડાઉન થવાના કારણે ગ્રાહકોને દુકાનના ધકકા ખાવા પડે છે. દુકાનદારને ગ્રાહકોના રોષનો ભોગ બનવું પડે છે. અમારૂ માનવું છે કે જો રાજય સરકાર અને કેન્દ્ર સરકારની જુદી જુદી યોજનાઓ માટે બે વખત ફીંગરપ્રીન્ટ લેવા પડે છે. આ બે વખતના બદલે એક વખત ફીંગર પ્રીન્ટ લેવામાં આવે જેમાં કેન્દ્ર અને રાજયની યોજનાઓનો સમાવેશ કરી લેવામાં આવે તો સર્વર પર 50% ભારણ ઘટી જાય અને ડાઉન થવાના કિસ્સા ઓછા બને ત્યારબાદ મોટાભાગની દુકાન ખાતે જથ્થો મોડો પહોંચે છે.

 

 

Print