www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ઉના અર્બન હેલ્થ સેન્ટરનાં આશાબેન દ્વારા પ્રાઈવેટ હોસ્પિટલમાં સોનોગ્રાફીનો આગ્રહ


ચોક્કસ હોસ્પિટલમાં જ સોનોગ્રાફી કરાવવા ચીઠ્ઠી આપતા વિવાદ

સાંજ સમાચાર

ઉના,તા.22
ઉના શહેરમાં અર્બન હેલ્થ સેન્ટર અંદર આવતા પટેલ કોલોની આંગણવાડીમાં તારીખ 8/05/ 2024 ના રોજ મમતા દિવસ યોજાયો હોય જેમાં તેજ વિસ્તારની ઘણી ગર્ભવતી મહિલા બેનો તપાસ અર્થે ગયેલ હોય ત્યારે તેજ વિસ્તારના આશાબેન દ્વારા પ્રાઇવેટ હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવવા માટે માહિતી આપી અને પ્રાઇવેટ હોસ્પિટલની અંદર સોનોગ્રાફીનો આગ્રહ કરાતા પ્રેગ્નેટ મહિલાઓ ત્યા પહોંચતા આ બાબત ની બહારૂની શબ્બીર બાપુ આલમ મીયા એ આરોગ્ય અધિકારી અને ઉચ્ચકક્ષા એ રજૂઆત કરવામાં 
આવી છે. 

આ બાબતે તે જ વિસ્તારના જાગૃત નાગરિક દ્વારા તાલુકા હેલ્થ ઓફિસરને રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા માગ કરી છે સાથે સાથે અરજીમાંએ પણ જણાવ્યું હતું  કે તે જ વિસ્તારની આશા બહેનો પ્રાઇવેટ હોસ્પિટલ પાસેથી સોનોગ્રાફી કરાવવા માટે અને પ્રસૂતા કરાવવા માટે કમિશન લેતા હોય તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા છે 

બીજી પણ અન્ય પ્રાઇવેટ હોસ્પિટલ મા સંકળાયેલ હોય તેની પણ તપાસ થાય તો ઘણા મોટા રહસ્ય ખુલી શકે તેમ છે દરેક વિસ્તાર મા આશા વર્ક આરોગ્ય બાબતે સરકાર ની અન્ય  સેવા ના લાભ લેવા માટે પણ લાભાર્થી પાસે થી પૈસા લેવા મા આવતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે લાભાર્થી ને  ડિલિવરી,સોનોગ્રાફી જેવી અન્ય સેવાઓ માટે પ્રાઇવેટ હોસ્પિટલ મા મોકલવા મા આવે છે અને ત્યા નોર્મલ ડીલેવરી થતી હોવા છતાંય યેનકેન પ્રકારે સિજીયન ઓપરેશન કરાવવા ફરજ પાડે છે.

જેના લીધે સીજેરિયન ના કેસો મા પણ ખુબજ મોટા પ્રમાણ મા વધારો જોવા મળે છે અને આ માટે પ્રાઇવેટ હોસ્પિટલ દ્વારા 1000 થી માંડી ને 3000 હજાર સુધી નું કમિશન પણ આપવા મા આવે છે જેની ચર્ચા ઓ પણ ઉઠવા પામેલ છે શું આ બાબતે યોગ્ય અને તટસ્થ તપાસ કરી  જવાબદાર લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવશે ખરી ? તંત્ર આવા આરોગ્ય સાથે ચેડા કરનાર આશા વર્કર ઉપર યોગ્ય પગલા લેશે ખરા?? તેવી લોક માગણી ઉઠવા પામેલ છે. 

 

Print