www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોરબીમાં જુદીજુદી ગેસ એજન્સીમાં પુરવઠા વિભાગની રેડ: 369 બાટલા સીઝ


સાંજ સમાચાર

 (જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા 28 
મોરબી જીલ્લામાં જુદીજુદી ગેસ એજન્સીમાં અનઅધિકૃત રીતે ગેસના બાટલાનો વેપાર કરતાં હોવાની ફરિયાદ મળી હતી જેથી કરીને પુરવઠા વિભાગની ટીમે રેડ કરી હતી ત્યારે ત્રણ સ્થળેથી 369 ગેસના બાટલાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે અને એક એજન્સીને સાત લાખનો દંડ કરેલ છે.

ગાંધીનગર અને મોરબી પુરવઠા કચેરીની ટીમ દ્વારા મોરબી જીલ્લામાં જુદીજુદી ગેસ એજન્સીમાં રેડ કરવામાં આવી હતી ત્યારે ગેરકાયદેસર અને અનઅધિકૃત રીતે એલપીજી ગેસનો વેપાર કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. જેથી રાધે ગેસ એજન્સી ખાતેથી 175, કાવ્યા ગેસ એજન્સીમાં 43 તેમજ ભગવતી એન્ટરપ્રાઈઝમાં 151 ગેસના બટલા સહિત લાખો રૂપિયાનો મુદામાલ સીઝ કરવામાં આવ્યો છે અને સંતવાણી ઇન્ડેન ગેસ એજન્સીમાં પાંચ કિલો નેટ વજનના 1553 કોમર્શીયલ સીલીન્ડરની ઘટ સામે આવી હતી .

જેથી કરીને સાત લાખનો દંડ કર્યો છે આ  કામગીરીમાં જીલ્લા પુરવઠા અધિકારી સંદીપ વર્મા અને મદદનીશ નિયામક રોહિતગીરી ગોસ્વામી સહિતની ટિમ દ્વારા કરવામાં આવી હતી.

Print