www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સાંગણવા ચોકમાં આવેલ ઓફીસ ખાલી કરાવવા મામલે વેપારી પર સગી બહેનનો હિચકારો હુમલો


અરૂણભાઈ ગોંડલીયાને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયા: એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

સાંજ સમાચાર

રાજકોટ. તા.25
સાંગણવા ચોકમાં આવેલ ઓફીસ ખાલી કરાવવા મામલે વેપારી પર સગી બહેને હિંચકારો હુમલો કરતાં વેપારીને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

બનાવ અંગે ધર્મેન્દ્ર રોડ પર કબા ગાંધીના ડેલાવાળી શેરીમાં રહેતાં અરુણભાઈ કાનજીભાઈ ગોંડલીયા  (ઉ.વ.59) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે વર્ષબેન કાનજીભાઈ ગોંડલીયાનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓને સંતાનમા એક પુત્ર છે, જે   હાલ વિદેશમાં રહે છે. તેઓ ચાર બહેન અને બે ભાઈ છે. જેમાં વચ્ચેટ વર્ષાબેન જે તેમના મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોરમા એકલા રહે છે જે અપરણીત છે. 

ગઈકાલે સવારના અગીયારેક વાગ્યે તેઓ સાંગણવા ચોકમાં નીલદીપ હોટલ વાળી બીલ્ડીગમાં આવેલ કે.એચ.ગોંડલીયા એન્ડ સેન્સ નામની ઓફીસે કામ પુરૂ કરી બપોરના ત્રણેક વાગ્યે  ઘરે ગયેલ હતાં.

બાદમાં રાત્રીના સમયે આઠેક વાગ્યે ઓફીસે આવેલ ત્યારે તેમા મારેલ તાળામાં  કેમીકલ નાખેલ હોય જે કેમીકલ કાઢવા માટે આજુબાજુમા રહેલ દુકાન વાળા પાસેથી ઓઇલ લઇ તાળામા નાખવાનો હતાં ત્યારે તેમના બહેન વર્ષાબેન ગોંડલીયા ઘસી આવેલ અને કહેલ કે, કેમ મારા તાળા ઓફીસમા લગાવેલ ખોલે છે, તેમ કહી બોલાચાલી કરી ઝપાઝપી કરવા લાગી તેની પાસે રહેલ એક થેલીમાં વજનવાળી કોઇ વસ્તુ હોય તે કાઢી હુમલો કર્યો હતો. તેઓને  માથાના ભાગે ઇજા પહોંચતા લોહી નીકળવા લાગ્યું હતું. બાદમાં તે ઓફીસમા જતાં રહેલ અને બાદમાં તેમની પત્ની આવી જતાં તેઓને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. 

વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેમના બહેન વર્ષાબેન અવાર નવાર ઓફીસ ખાલી કરવા બાબતે ઝઘડો કરતાં રહે છે. જે બાદ ગઈકાલે હુમલો પણ કરી દિધો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

 

Print