www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વૈશ્નોદેવીના યાત્રાળુઓને રાહત: જમ્મુથી હેલીકોપ્ટર સેવા


કટરાથી સાંઝી સુધી રોપ-વે સેવા પણ શરૂ થશે

સાંજ સમાચાર

જમ્મુ: વૈષ્ણોદેવી જનારા ભકતો માટે મહત્વના અને સારા સમાચાર આવ્યા છે.હવે જમ્મૂ-કાશ્મીર સરકારના એક નિર્ણયના કારણે માતા વૈષ્ણોદેવીનાં દર્શન કરવાનું વધારે સરળ બનવાનું છે. સરકાર દ્વારા જમ્મુથી સીધુ વૈષ્ણોદેવીનાં દરબાર સુધી હેલીકોપ્ટર સર્વીસ શરૂ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે.

માત્ર એટલુ જ નહિં પણ સરકારનું પ્લાનીંગ કટરાથી સાંઝી છત માટે રોપવે સર્વીસ શરૂ કરવાનું પણ છે. શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડનાં સીઈઓ અંશુલ અગ્રવાલે આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે ઉનાળાની રજાઓમાં માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા આવનારા ભકતોની સંખ્યા ખૂબ જ વધારે હોય છે.જેને કારણે બોર્ડ દ્વારા ખાસ સગવડ કરવામાં આવતી હોય છે.

આગામી અઢી મહિના માટે રજીસ્ટ્રેશનનાં કાઉન્ટર્સમાં પણ વૃધ્ધિ કરવામાં આવી છે.જેથી શ્રધ્ધાળુઓને 20 થી 25 મીનીટમાં જ યાત્રા માટેના કાર્ડની સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય.

હેલી સર્વીસ વિશે વાત કરતા શ્રાઈન બોર્ડે જણાવ્યું હતું કે, છેલ્લા વીસ-બાવીસ વર્ષથી લોકોને એનો ફાયદો થઈ રહ્યો છે. હેલીસર્વીસને એક ડગલુ આગળ વધીને સીધુ જમ્મુથી લઈને ભવન સુધી હેલી સર્વીસ શરૂ કરવામાં આવશે. આ માટે ઓપરેટરર્સે ઈન્ફ્રાસ્ટ્રકચર પર અપગ્રેડ કરી લીધુ છે.

Print