www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જુનાગઢ અક્ષર જવેલર્સ પેઢીનાં મેનેજર સહિત ત્રણ આરોપીઓની વધુ બે દિવસની રિમાન્ડ મંજુર


પોલીસે 1282 ગ્રામ સોનામાંથી 400 ગ્રામ સોનુ કવર કર્યુ: હજુ 800 ગ્રામ સોનુ શોધવા વધુ રિમાન્ડ મેળવ્યા

સાંજ સમાચાર

જુનાગઢ તા.23
જુનાગઢ એ ડીવીઝનના છાયાબજાર હેઠળ ફળીયા દેવદુલાર એપાર્ટમેન્ટની સામે આવેલ અક્ષર જવેલર્સ નામની નામાંકીત સોનીની પેઢીમાં મુળ કુતિયાણા હાલ જુનાગઢ રહેતો મયુર નાનજી વાઘેલા (ઉ.22) એ પેઢીમાંથી કાચુ સોનુ લઈ દાગીના બનાવવા કારીગરોને આપતો હોય જેમાંથી ગોલમાલ કરી 1282 ગ્રામ સોનાની કીંમત રૂ.91 લાખની વિશ્વાસઘાત -છેતરપીંડી કરી અન્ય સોની વેપારીઓ કલ્પરાજસિંહ ઉર્ફે કલ્પેશ નકુમ અને ભૌમિક મહીપત પરમારની મદદથી ઉચાપત કર્યાનું એ ડીવીઝન પોલીસમાં પેઢીના માલીક સુનીલ રાજપરાએ ફરિયાદ નોંધાવી હતી.

જેની તપાસ એ ડીવીઝન પીઆઈ વી.જે.સાવજ રાબર સુરેશભાઈ કારેથા અને સ્ટાફે હાથ ધરી કોર્ટમાંથી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
રિમાન્ડ દરમ્યાન મેનેજરના ઘરની જડતી લેતા સાડા ચાર લાખ રોકડા ઉપરાંત બન્ને સોનીઓ પાસેથી ચારસો ગ્રામ સોનુ રિમાન્ડ દરમ્યાન કબ્જે કર્યું હતું તેમજ મોબાઈલ એક મોટરસાયકલ પણ કબ્જે લીધુ હતું.

હજુ 800 ગ્રામ સોનુ આ આરોપીઓ પાસેથી કબ્જે કરવાનું બાકી હોય જેથી ગઈકાલે રિમાન્ડ પુરા થતા કોર્ટમાંથી વધુ રિમાન્ડની માંગણી કરતા કોર્ટે વધુ બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

કયા કયા સોનીઓને સોનુ આપ્યું છે કેટલું કેટલું સોનુ કોને કોને વહેંચ્યું છે? વિગેરેની તપાસ એ ડીવીઝન પી.આઈ. વી.જે.સાવજે હાથ ધરી બાકી રહેલુ સોનુ કબ્જે કરવા તજવીજ હાથ ધરી છે. હાલ અત્યાર સુધીમાં રૂા.91 લાખમાંથી 25 લાખનો મુદામાલ કબ્જે કર્યાનું જાણવા મળેલ છે. વધુ 800 ગ્રામ સોનાની તપાસ પોલીસે હાથ ધરી છે. પોતાના મોજશોખ માટે આ કૌભાંડ કર્યાનું બહાર આવી રહ્યું છે.

Print