www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

નાણામંત્રી સાથે પ્રી-બજેટ બેઠક યોજતા વિવિધ ઉદ્યોગોના પ્રતિનિધિઓ: અનેક સજેશનો


સાંજ સમાચાર

નવીદિલ્હી,તા.26
સરકારે મૂડી ખર્ચ વધારવો જોઈએ, નિકાસકારો માટે વ્યાજની સમાનતા યોજના ચાલુ રાખવી જોઈએ, સ્કીલ ટ્રેનીંગ ફી પર કર મુક્તિ આપવી જોઈએ અને ઘરેલું કામદારોના સામાજિક લાભો માટે વ્યવસ્થા કરવી જોઈએ. આ કેટલાક મહત્વપૂર્ણ સૂચનો હતા, જે મંગળવારે નાણામંત્રી નિર્મલા સીતારમણને મળ્યા હતા. નાણામંત્રી વિવિધ ઉદ્યોગોના પ્રતિનિધિઓ અને રોજગાર અને કૌશલ્ય ક્ષેત્રના નિષ્ણાતો સાથે પ્રી-બજેટ બેઠક યોજી રહ્યા હતા.

નિકાસકારોની સંસ્થાના પ્રમુખ અશ્વની કુમારે NBT ને જણાવ્યું, ’અમે ભારતમાં વૈશ્વિક કક્ષાની ભારતીય શિપિંગ લાઇન વિકસાવવાની વિનંતી સાથે વ્યાજની સમાનતા યોજનાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તે 30 જૂને સમાપ્ત થાય છે. તેને 5 વર્ષ સુધી લંબાવવાની સાથે, MSMEs માટે સબવેન્શન રેટ ફરીથી ઘટાડીને 5% અને 410 અન્ય ટેરિફ લાઇનના કિસ્સામાં 3% કરવા જોઈએ.

GJEPCના ચેરમેન વિપુલ શાહે જણાવ્યું હતું કે, ’અમે રફ હીરા પરની ઈકવલાઈજેશન સમાનીકરણ વસૂલાત નાબૂદ કરવા અને પ્લેટિનમ જ્વેલરીની નિકાસ પર ડ્યૂટી ડ્રોબેક દાખલ કરવા વિનંતી કરી હતી.’ જ્યારે, ભારતીય સ્ટાફિંગ ફેડરેશન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સુચિતા દત્તાએને કહ્યું, ’અમે સૂચવ્યું છે કે જો લોકો તેમના ઘરેલુ કામદારોના નામે EPFOમાં યોગદાન આપે છે, તો તેમને તે રકમ પર ટેક્સ છૂટ આપવી જોઈએ.

માઈગ્રેંટ વર્કસને સ્કીલ શીખવીને કામ કરવા સક્ષમ બનાવવા માટે સ્ટાફિંગ ઉદ્યોગે ઘણો ખર્ચ કરવો પડે છે. જો સરકાર તરફથી આર્થિક મદદ મળશે તો ઉદ્યોગ અને કામદારો બંનેને ફાયદો થશે.

લીવરનેટના સીઈઓ ડો.ગાયત્રી વાસુદેવને જણાવ્યું હતું કે, ’આઈટીઆઈને અપગ્રેડ કરવાની માંગ સાથે અમે એમ પણ કહ્યું હતું કે નેશનલ એજયુકેશન પોલિસી હેઠળ માતા-પિતા માટે સ્કીલ શીખવા પર થતા ખર્ચ પર કર મુક્તિની જોગવાઈ હોવી જોઈએ.’

Print