www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગિનિશ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયું

ચોખાના દાણાની સાઈઝનો ગંજીફો!! રમવા માટે બિલોરી કાચની જરૂર!


સાંજ સમાચાર

લંડન: વેકેશનમાં સૌથી લોકપ્રિય ટાઈમપાસની પ્રવૃતિ હોય છે પાનાં. લંડનના એક ડિઝાઈનરે આ પાનાંમાં એવી ક્રીએટીવીટી વાપરી છે જેથી તેનું નામ ગિનેસ વર્લ્ડ રેકોર્ડસમાં નોંધાઈ ગયું છે.

રોબ હેલિફેકસ નામના એન્જીનીયર-કમ-ડિઝાઈનરે નવા વર્ષના સંકલ્પ તરીકે સૌથી સ્મોલેસ્ટ પ્લેઈંગ કાર્ડસ બનાવવાનું નકકી કર્યું હતું. તેણે પાંચ મિલીમીટર બાય 3.6 મિલીમીટરની સાઈઝના કાર્ડ બનાવ્યાં છે જેની સરખામણી એક જાડા અને લાંબા ચોખાના દાણા બરોબર છે.

આપણે સામાન્ય રીતે જે પાનાં વાપરીએ છીએ એનાથી લગભગ 250માં ભાગની એની સાઈઝ છે. રેગ્યુલર કાર્ડ પ્રિન્ટર આટલું માઈક્રો પ્રિન્ટીંગ કરી શકે એમ નહોતું એટલે તેણે પ્રોફેશનલ પેઈન્ટર પાસે એક-એક કાર્ડ ખૂબ ચોકસાઈપૂર્વક પેઈન્ટ કરાવ્યું છે. જે જાડા પેપરમાંથી રેગ્યુલર કાર્ડ બને છે. એના પર નાની સાઈઝમાં પેઈન્ટિંગ કરાવ્યું છે.

આ સાઈઝનાં કાર્ડ કાપવામાં પણ ખૂબ કાળજી રાખવી પડે. અડધો મિલીમીટર પણ આમતેમ થાય તો કાર્ડ કપાઈ જાય. જો કે ખૂબ પ્રયોગ પછી રોબભાઈએ આવા માઈક્રો ગંજીફાની 102 કોપી તૈયાર કરી છે. એને કિકસ્ટાર્ટર વેબસાઈટ પર 19 પાઉન્ડ એટલે કે 2000 રૂપિયામાં વેચીને તેને પોતાની મહેનતના પૈસા ઉભા કરી લીધાં છે.

 

Print