www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કાગડા બધેય કાળા! ઈટલીમાં પણ!

G7 સમિટ પહેલા ઈટલીની સંસદમાં હંગામો: સાંસદો વચ્ચે થઈ મારામારી!


સરકારના એક પ્રસ્તાવને લઈને શાસક પક્ષ અને વિપક્ષો વચ્ચે ઝપાઝપીમાં એક સાંસદ ઘાયલ થતા હોસ્પિટલે ખસેડાયા

સાંજ સમાચાર

રોમ (ઈટલી) તા.14
ઈટલીમાં જી-7 સમીટમાં વડાપ્રધાન મોદી ભાગ લેવા ગયા છે ત્યારે આ સમીટ પહેલા ઈટલીની સંસદમાં હોબાળો મચી ગયો હતો અને સાંસદો વચ્ચે ઝપાઝપી થઈ ગઈ હતી, જેમાં વિપક્ષના એક સભ્ય ઘાયલ થતા તેમને હોસ્પિટલે ખસેડાયા હતા. સંસદમાં એક પ્રસ્તાવને લઈને આ મારામારી થઈ હતી.

ઈટાલીમાં જી-7 સમિટ યોજાનાર છે ત્યારે એક સમાચાર એજન્સી દ્વારા મળતા અહેવાલ અનુસાર ઈટાલીની સંસદમાં સરકારના એક પ્રસ્તાવને લઈને સાંસદો વચ્ચે મારામારી થઈ હતી.

સંસદની અંદર થયેલી મારામારીનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. સંસદમાં શાસક અને વિપક્ષના સાંસદો વચ્ચે ઝપાઝપી થઈ હતી. ફાઈવ સ્ટાર મૂવમેન્ટ (MS5)ના ડેપ્યુટી લિયોનાર્ડો ડોનો આ ઝપાઝપીમાં એટલા ઈજાગ્રસ્ત થયા હતા કે તેમને વ્હીલચેરમાં હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા.

વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ફાઇવ સ્ટાર મૂવમેન્ટ (MS5)ના ડેપ્યુટી લિયોનાર્ડો ડોનોએ ઉત્તર લીગના મંત્રી રોબર્ટો કાલ્ડરોલીના ગળામાં ઇટાલિયન ધ્વજ પહેરાવવાનો પ્રયાસ કર્યો હતો.

ઇટાલીની સંસદમાં બુધવારે સાંજે શરૂ હોબાળો થયો હતો જ્યારે ફાઇવ સ્ટાર આંદોલનના ડેપ્યુટી લિયોનાર્ડો ડોનોએ ઉત્તર લીગના મંત્રી રોબર્ટો કાલ્ડેરોલીના ગળામાં ઇટાલિયન ધ્વજ પહેરાવાનો પ્રયાસ કર્યો હતો,

ડોર્નોએ સ્વાયત્તતા આપવાની યોજનાનો વિરોધ કરીને આવું કરવાનો પ્રયાસ કર્યો.  આ ઘટના બાદ, ઉત્તર લીગના બીજા ડેપ્યુટી મંત્રી ડોનો પર હુમલો કરવા ઉભા થઈ ગયા હતા, અને લગભગ 20 લોકોએ તેની સાથે મારપીટ શરુ કરી દીધી હતી.

Print