www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રસ્તાનો માલ સસ્તામાં લેવાનું મોંઘુ પડી શકે


જામનગરમાં મંડપ બાંધીને કેરીનો રસ વેંચતા સ્થળે તપાસ દરમિયાન કલર મિશ્રિત રસ ઝડપાતા નાશ કરાયો: સોડાના ઉત્પાદકને પણ નોટીસ અપાઇ

સાંજ સમાચાર

જામનગર તા.23
જામનગરમાં મંડપ બાંધીને  કેરીનો રસ વેંચતા એક વિક્રેતાને ત્યાં ફુડ વિભાગે ચેકીંગ કરીને કલર મિશ્રિત 15 લીટર કેરીના રસનો નાશ કરાવ્યો હતો. તેમજ ઉદ્યોગનગરમાં એક સોડા ઉત્પાદકને ત્યાં ચેકીંગ કરીને સ્વચ્છતાની સ્થિતિ સુધર્યા બાદ ફરી ઉત્પાદન શરુ કરવા નોટીસ આપીને 200 બોટલ સોડા 
ઢોળવાની એ કાર્યવાહી કરવામાં આવી હતી.

કોર્પોરેશનના ફુડ વિભાગ  દ્વારા ખોડીયાર કોલોની સામેના વિસ્તારમાં માંડવો નાંખીને પરપ્રાંતિય શખસ દ્વારા કેરીના રસનું વેચાણ કરવામાં આવતું  હતું તે સ્થળે જઈને ચેકીંગ કરવામાં આવતા કેરીના રસમાં કલર મિશ્રણ હોવાનું અને તેમાં ચાસણીવાળું સરબત પણ નાંખવામાં આવતું હોવાનું ખુલ્યું હતું.

તેથી ફુડ સેફ્ટી ઓફીસર દશરથભાઈ પરમાર દ્વારા 15 કીલો કેરીનો રસ  ઢોળાવીને નાશ કરાવાયો હતો અને વેપારીને આરોગ્યપ્રદ સ્થિતિ જાળવવા નોટીસ આપવામાં આવી હતી. આ જ રીતે એમ.પી.શાહ ઉદ્યોગનગરમાં આવેલા એક સોડા બોટલીંગ પ્લાન્ટમાં જઈને પાણી અને સ્વચ્છતાની સ્થિતિનું ચેકીંગ કરીને ફુડ સેફ્ટી ઓફીસર દ્વારા 200 બોટલ સોડા બોટલ ખાલી કરાવવામાં આવી હતી

Print