www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ઉનાનાં ભડીયાદરના યુવાન સાથે લગ્નનું નાટક કરી લુંટેરી દુલ્હન રૂા.1.75 લાખનાં દાગીના લઇ ફરાર


ગામના જ યુવાને સુરતનાં બે દલાલન મદદથી સીમા નામની યુવતી સાથે લગ્ન કરાવી ફસાવ્યો: ચાર વિરૂદ્ધ ફરિયાદ

સાંજ સમાચાર

ઉના, તા.22
ઊનાના ભડીયાદર ઞામ ના અપરિણીત યુવાન ના લગ્ન કરવા છોકરી ની તલાશ કરતા માળવી પરીવાર ને તેનાજ ઞામ ના એક શખ્સે માયા જાળ મા ફસાવી સુરત ના બે દલાલ મારફતે લુંટેલી દુલ્હન સાથે લગ્ન કરાવી ને રૂ 1.75 લાખ ના શીશા મા ઉતારી સોના ચાંદી ના દાઞીના સહિત ની ઉઠાંતર કરી લુંટેલી દુલ્હન ફરાર થઇ જતા ભારે ચકચાર સાથે ઉના પોલીસ સ્ટેશન મા અરજી આપતા દુલ્હન સહિત ચાર ની શોધખોળ હાથ ધરાઇ છે.

સુત્ર માથી મળતી વિગત અનુસાર ઊના ના ભડીયાદર ઞામે રહેતા રામભાઈ પુનાભાઈ માળવી ના લગ્ન માટે યુવતી ની તલાશ તેમનુ પરીવાર કરતું હોય આ દરમ્યાન યુવાન ની બહેન નાથીબાઈ પુનાભાઈ સાથે ભડીયાદર ઞામ ના  રમેશભાઈ ટાંક નામના યુવક નો ભેટો થતા તેને સુરત ના દલાલ સાથે પરિચય હોઈ અને છોકરીઓ સારી હોય ત્યા જવુ પડશે અને પૈસા અને સોના ચાંદી ના દાઞીના ચઢાવવા પડશે તેવી લોભામણી લાલચ આપી કાનજીભાઈ પુનાભાઈ માળવી  અને તેમની બહેન નાથીબેન પુનાભાઈ અનેપરીવાર ના સભ્ય રામભાઈ નેસાથે લઈ જઈ ને સુરત ના દલાલ વૈદુભાઈ તેમજ જીતુભાઈ સાથે સંર્પક કરીને  લગ્ન કરાવવા મહારાષ્ટ્ર ના થાના જગનાથ ચાલી સહકારી બેક પાસે રહેતી  સીમા નીલેશ ઞાયકવાડ નામની યુવતી બતાવી તેની સાથે લગ્ન નક્કી થઈ જતા 1.75 લાખ મેળવી સોના ચાંદી ના દાઞીના અને કપડા સહિત ચીજવસ્તુઓ અપાવી સીમા સાથે લગ્ન કરાવી આપ્યા બાદ તમામ પરીવારજનો હશીખુશી સાથે સીમા દુલ્હન ને ધરે વહુ બનાવી લાવ્યા હતા.

ગત તારીખ 18 મે ના રોજ સાંજે દાંત દેખાડવા ઊના દવાખાને આવેલ કેસ કઢાવતા 34 મો નંબર હોય સાંજના 4થી 6 વાગ્યા દરમ્યાન લુંટેલી દુલ્હન ને બાથરુમ મા જવુ છે તેમ સાથે રહેલ બેનાબેન ને જણાવી પાંચ મીનીટ મા આવુ છુ તેમ જણાવી ને દવાખાના બહાર નિકળી છૂમંતર થઈ ઞયેલ હતી આમ તારીખ 10 મે ના રોજ સુરત ગયેલ યુવક રામભાઈ લગ્ન કરી આવ્યા ના આઠ દિવસ મા લુંટેલી દુલ્હને ધોકો આપી ને છેતરપીંડી વિશ્ર્વાસઘાત કરી નાશી છુટતા પરીવાર ચોધાર આંસુએ રડી રહ્યો છે.

તાત્કાલિક રમેશભાઇ ટાંક અને દલાલનો સંપર્ક કરતા મને સસ્તામાં લગ્ન કરાવી આપ્યા છે હવે થી ફોન કરતા નહી તેમ કહી ફોન કાપી નાખેલ હતો ત્યાર બાદ ફોન કરતા ચાર પાંચ દિવસ મા આવી જશે તેવુ જણાવી લુંટેલી દુલ્હન સહિત ચાર શખ્સોએ એક ઞૃપ કરી ને વિશ્વાસઘાત કરી લુંટેલી દુલ્હન સીમા સાથે બોઞસ છેતરપીંડી કરી ને લગ્ન કરાવી 1.75 લાખ રોકડા અને સોના ચાંદી ના દાઞીના ની ઉઠાંતરી કરી ને લુંટેલી દુલ્હન સીમા રામભાઈ પુનાભાઈ માળવી નો જીવન સંસાર ની શરૂઆત થાય તે પહેલા છૂમંતર થઈ ગઈ હતી.

આ બાબતે કાનજીભાઈ પુનાભાઈ માળવી એ ઊના પોલીસ ને લેખીત અરજી આપતા તપાસ હાથ ધરી લૂટેલી દુલ્હન સીમા ઞાયકવાડ અને સુરત ના બે દલાલ તેમજ ભડીયાદર ઞામ ના રમેશભાઈ ટાંક સહિત ચારેય ની શોધખોળ શરૂ કરેલ છે.

 

Print