www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

એક જ દિવસના ઈન્વેસ્ટરોની સંપતિમાં 12.50 લાખ કરોડનો વધારો

એકિઝટ પોલ ઈફેકટ: સેન્સેકસમાં 2777-નિફટીમાં 808 પોઈન્ટનો ઉછાળો


► ચૂંટણી પરિણામો પુર્વે જ શેરબજારમાં ‘મોદી ઉત્સવ’: તમામ શેરોમાં અભૂતપૂર્વ ઉછાળો: અદાણી - અંબાણી ગ્રુપ - બેંક - પાવર - પીએસયુ શેરો ઉંચકાયા

સાંજ સમાચાર

► બીએસઈનુ માર્કેટ કેપ 425 લાખ કરોડને વટાવી ગયુ: સેન્સેકસ 76000, નિફટી 23000ને પાર: અન્ય ઈન્ડેકસો પણ ‘ઓલટાઈમ હાઈ’

રાજકોટ તા.3

ભારતીય લોકસભાની ચૂંટણીના પરિણામો આવતીકાલે જાહેર થાય તે પુર્વે જ શેરબજારે જશ્ન શરૂ કરી દીધો હોય તેમ આજે અભૂતપૂર્વ તેજી થઈ હતી. સેન્સેકસ 2777 તથા નિફટી 808 પોઈન્ટ ઉછળવા સાથે ઓલટાઈમ હાઈ થયા હતા. અદાણી ગ્રુપ ઉપરાંત બેંક, પાવર, પીએસયુ, ઓટો સહિતના ક્ષેત્રોમાં અભૂતપૂર્વ તેજી વચ્ચે બીએસઈનુ માર્કેટ કેપીટલાઈઝેશન 425 લાખ કરોડને પાર થઈ ગયુ હતું. એક જ દિવસમાં ઈન્વેસ્ટરોની સંપતિમાં 12.50 લાખ કરોડનો વધારો થયો હતો.

શેરબજારમાં આજે માનસ તેજીનુ હતુ અને અપેક્ષિત રીતે જ રેકોર્ડબ્રેક લેવલે ખુલ્યુ હતું. શનિવારે લોકસભાની ચૂંટણીનાં સાતેય તબકકાના મતદાન પુર્ણ થવા સાથે એકઝીટ પોલ જાહેર થયા હતા અને લગભગ તમામમાં ફરી તોતીંગ બહુમતી સાથે મોદી સરકાર બની રહી હોવાના તારણો જાહેર થતા માર્કેટમાં સારી અસર હતી.

ચૂંટણી અગાઉથી જ સતત ત્રીજી ટર્મમાં મોદી સરકાર બનવાની ભવિષ્યવાણી થતી રહી હતી. એકઝીટ પોલમાં સમાન તારણ નીકળતા આશંકાઓ દુર થઈ ગઈ હતી અને શકે છે. ત્યારબાદ નવી સરકારની રચના, નવા નાણામંત્રી તથા નવા પૂર્ણ બજેટ અને સરકારી નીતિનો આધારિત વધઘટનો દોર શરૂ થઈ શકે છે.

શેરબજારમાં આજે અભૂતપૂર્વ તેજી વચ્ચે લગભગ તમામ શેરો ઉંચકાયા હતા. એકસીસ બેંક, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડુસઈન્ડ બેંક, જેએસડબલ્યુ સ્ટીલ, કોટક બેંક, લાર્સન, મહીન્દ્ર, મારૂતી, એનટીપીસી, પાવરગ્રીડ, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટીસીએસ, ટાઈટન, અદાણી પોર્ટ, અદાણી એન્ટરપ્રાઈઝ, શ્રીરામ ફાઈનાન્સ, અદાણી પાવર સહિતના શેરો ઉછળ્યા હતા.

મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 2348 પોઈન્ટના ઉછાળાથી 76310 સાંપડયો હતો તે ઉંચામાં 76738 તથા નીચામાં 75678 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 704 પોઈન્ટ ઉંચકાઈને 23234 હતો. તે ઉંચામાં 23338 તથા નીચામાં 23062 હતો.

શેરબજારમાં તોતીંગ ઉછાળાને પગલે બીએસઈનું માર્કેટ કેપીટલાઈઝેશન 425 લાખ કરોડને પાર થઈને અત્યાર સુધીના રેકોર્ડસ્તરે પહોંચ્યું હતું.

Print