www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

થોરાળામાં ફરી SMC ત્રાટકી : વર્લી જુગારનો અખાડો ઝડપ્યો : 1 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે


♦ જુગાર ક્લબથી રાજકોટ શહેર પોલીસ અજાણ હતી કે કંઈક બીજું જ કારણ? : સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડાથી સ્થાનિક પોલીસમાં ખળભળાટ

સાંજ સમાચાર

♦ એસએમસીએ અગાઉ જ્યાં દરોડો પાડ્યો હતો તે જ આરોપીના અડ્ડા પર ફરી કાર્યવાહી કરી, પાંચ જેટલા શખ્સ પકડાયા 

રાજકોટ, તા.20
થોરાળા પોલીસ મથક વિસ્તારમાં આવતા ગંજીવાડામાં ફરી એક વખત સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી રાજકોટ શહેર પોલીસની કામગીરી પર સવાલ ઉઠે તેવી સ્થિતિ લાવી છે. અહીં વર્લી જુગારનો અખાડો ચાલતો હતો.

એસએમસીના સૂત્રોએ કહ્યું કે, 1 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. આ લખાય છે ત્યારે બપોરે 3 વાગ્યા આસપાસ હજુ એસએમસીની કાર્યવાહી ચાલુ છે. પણ આ દરમિયાન જાણવા મળે છે કે, પાંચેક આરોપી પકડાયા છે. પણ હજુ વધુ માહિતી આવી શકે છે.

સ્ટેટ મોનીટરીંગ સેલની કડક કાર્યવાહીથી ગુજરાતભરમાં ગુનેગારો થરથર ધ્રૂજે છે ત્યારે ડીજીપી વિકાસ સહાયની સૂચનાથી સ્ટેટ મોનિટરિંગ સેલના એડિશનલ ડીજી આર.બી.બ્રહ્મભટ્ટ, એસપી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી.કામરિયાના માર્ગદર્શન હેઠળ એસએમસીના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ સતત કાર્યવાહીમાં એક્ટિવ છે. ત્યારે રાજકોટના થોરાળા વિસ્તારમાં ભાવનગર રોડ પર, ગંજીવાડામાં ચાલતી વરલી જુગારની ક્લબ પર ટીમ ત્રાટકી હતી.

જુગાર ક્લબથી રાજકોટ શહેર પોલીસ અજાણ હતી કે, કંઈક બીજું જ કારણ? સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડથી સ્થાનિક પોલીસમાં ખળભળાટ મચી છે. એસએમસીએ અગાઉ જ્યાં દરોડો પાડ્યો હતો તે જ આરોપીના અડ્ડા પર ફરી કાર્યવાહી કરી છે. અગાઉ જ્યારે દરોડો પાડ્યો ત્યારે 16 આરોપી પકડાયા હતા

તે સમયે સ્ટેટ મોનીટરીંગ સેલે 3.22 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમાં લિસ્ટેડ બુકી મયુરસિંહ ઝાલાનું નામ ખુલ્યું હતું. ગત તા.26/4/2022ના રોજ અગાઉ દરોડો કર્યો હતો. તે સમયે રોકડ રૂ.1,37,183, રૂ.1,35,000ની કિંમતના 5 બાઈક, રૂ.50,000ની કિંમતના 19 ફોન, એમ કુલ 3,22,183નો મુદ્દામાલ કબ્જે કરાયા હતા. 

Print