www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

એક સમયની સલમાનની હીરોઇન ટ્યુલિપ જોષી હવે જયોતિષ બની!


તેણે 2003માં કરેલી ‘માતૃભૂમિ’ ફિલ્મને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળેલી: હાલ તે વૈદિક ફિલોસોફી શેર કરે છે

સાંજ સમાચાર

મુંબઇ, તા.23
શું તમને ‘મેરે યાર કી શાદી હૈ’ ફિલ્મ યાદ છે? આ રોમેન્ટિક કોમેડી ફિલ્મ યશરાજ પ્રોડકશન્સ દ્વારા બનાવવામાં આવી હતી. તેમાં જિમ્મી શેરગિલ, ઉદય ચોપરા અને અંજલિ શર્માનું પાત્ર ભજવતી ટ્યુલિપ જોશી વચ્ચેનો પ્રણય ત્રિકોણ હતો. ટ્યુલિપની આ પહેલી ફિલ્મ હતી. ત્યારબાદ તેણે શાહિદ કપૂર અને સલમાન ખાન જેવા કલાકારો સાથે પણ કામ કર્યું હતું. પરંતુ ઘણા લાંબા સમયથી તે પડદા પરથી ગાયબ છે. ટ્યુલિપ હવે એક્ટિંગ છોડીને જયોતિષ તથા લાઇફસ્ટાઇલ કન્સલ્ટન્ટ બની છે.

ટ્યુલિપે ગ્રેજ્યુએશન પુરું કરતાં જ મોડેલિંગ કેરીયરની શરૂઆત કરી હતી. તેણે વર્ષ 2000માં મિસ ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો હતો અને બાદમાં ઘણી જાહેરખબરોમાં કામ કર્યું હતું. વર્ષ 2002માં તેણે યશરાજ ફિલ્મ્સ સાથે ‘મેરે યાર કી શાદી હૈ’ કરી. આ ફિલ્મમાં તેનું નામ બદલીને સંજના કરી દેવાયું હતું. વધુ લોકોને અપીલ કરી શકે તે માટે તેને આ રીતે નામ બદલવાની સલાહ આપવામાં આવી હતી. પરંતુ પાછળથી તેણે પોતાનું નામ મૂળ નામ ફરી અપનાવી લીધું હતું.

વર્ષ 2003માં તેણે ‘માતૃભૂમિ’ નામની ફિલ્મ કરી, જેને આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલમાં ઘણી નામના મળી. તેણે શાહિદ અને આયેશા ટાક્યિા સાથે ‘દિલ માંગે મોર’માં પણ ‘સુપરસ્ટાર’ જેવી કેટલીક ફિલ્મો કરી. ટ્યુલિપે તેલુગુ, કન્નડ, મલયાલમ અને પંજાબી ફિલ્મમાં પણ કામ કર્યું છે. 2014માં સલમાન ખાનની ફિલ્મ ‘જય હો’માં કેમિયો કર્યા બાદ તે મોટા પડદેથી ગાયબ થઇ ગઇ. તેણે ટીવીમાં એક ‘એરલાઇન્સ-હર ઉડાન એક તૂફાન’ નામની સીરીયલ પણ કરી હતી.
હવે ટ્યુલિપ એક વૈદિક જ્યોતિષ અને લાઇફ સ્ટાઇલ ક્ધસલ્ટન્ટ બની ગઇ છે. તેની એક વેબસાઇટ છે, જેના મુજબ તે જયોતિષમાં દસ વર્ષથી વધુ અનુભવ ધરાવે છે. તેના સોશિયલ મીડિયા પર તેના 23 હજાર ફોલોઅર્સ છે, જેમની સાથે તે પોતાના લેખો અને વૈદિક ફિલોસોફી શેર કરે છે.

Print