www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સાઉદી અરેબિયાનો અમેરિકા સાથેનો 80 વર્ષ જૂનો પેટ્રો ડોલર સોદો સમાપ્ત, હવે અન્ય કરન્સીમાં લેવડદેવડ થશે


સાંજ સમાચાર

નવી દિલ્હી, તા 14 
સાઉદી અરેબિયાએ અમેરિકા સાથેના તેના 80 વર્ષ જૂના પેટ્રોડોલર સોદાને નહીં લંબાવવાનો નિર્ણય લીધો છે. આ ડીલ ગયા રવિવારે એટલે કે 9 જૂને પૂરી થઈ હતી.

સાઉદી અરેબિયા અને અમેરિકા વચ્ચે આ મહત્વપૂર્ણ કરાર 8 જૂન, 1974ના રોજ થયો હતો. અમેરિકાના વૈશ્વિક આર્થિક પ્રભાવ અભિયાનનો આ એક મહત્વપૂર્ણ ભાગ હતો. આ ડીલના આધારે અમેરિકાને આર્થિક સહયોગ અને સાઉદી અરેબિયાની સૈન્ય જરૂરિયાતો પૂરી પાડવા સંયુક્ત રીતે કમિશનની સ્થાપના કરી.

અમેરિકી અધિકારીઓને આશા હતી કે આનાથી સાઉદી અરેબિયાને વધુ તેલ ઉત્પાદનને પ્રોત્સાહન આપશે અને આરબ દેશો સાથે આર્થિક સંબંધો મજબૂત કરશે. કરાર સમાપ્ત થયા પછી, સાઉદી અરેબિયા હવે માત્ર યુએસ ડોલરને બદલે યુરો, યેન અને યુઆન જેવી વિવિધ કરન્સીનો ઉપયોગ કરીને તેલ અને અન્ય સામાન વેચી શકશે.

વ્યવહારો માટે બિટકોઇન જેવી ડિજિટલ કરન્સીની શોધ કરવાની પણ વાત છે. આનાથી આંતરરાષ્ટ્રીય વેપારમાં ડોલર સિવાયની કરન્સીનો ઉપયોગ કરવાના વૈશ્વિક વલણને વેગ મળવાની અપેક્ષા છે.

પેટ્રો ડોલર સોદાનું મહત્વ 
1 અમેરિકન વર્ચસ્વની સ્થાપના
2. સાઉદીની લશ્કરી જરૂરિયાતોની પરિપૂર્ણતા
3. આરબ દેશો વચ્ચે સંબંધોને મજબૂત બનાવવું

સોદો બંધ થયા પછી
1. યુએસ ડોલરને અસર થશે
2. યેન, યુરો, યુઆનની માંગ વધશે
3. બિટકોઈન જેવી કરન્સી આવશે

Print