www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સખત ગરમી, રૂપિયો નબળો પડયો, તાંબા અને એલ્યુમિનિયમમાં ભાવવધારો


ફ્રિજ, એ.સી., ઈલેકટ્રીકલ ઉપકરણોમાં કંપનીઓનો ભાવવધારો: ગ્રાહકો પર બોજ

સાંજ સમાચાર

આ મહિનાથી લોકોએ રેફ્રિજરેટર, વોશિંગ મશીન, માઈક્રોવેવ ઓવન, પંખા, રસોડાનાં ઉપકરણો, ખુરશીઓ અને પંપ જેવી ઈલેકટ્રીકલ વસ્તુઓ ખરીદવા માટે 2.5 ટકા વધુ ચુકવવા પડશે. ઉદ્યોગના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, સેમસંગ ઈલેકટ્રોનિકસ ઈન્ડિયા, હેવેલ્સ, બજાજ ઈલેકટ્રીકલ્સ અને વી-ગાર્ડ ઈન્ડસ્ટ્રીઝ જેવા મોટા ઉત્પાદકોએ પહેલાથી જ કિંમતમાં વધારો કર્યો છે.

તેઓએ તેમના ડીલરોને કહ્યું છે કે તેઓ ટુંક સમયમાં કિંમતો વધારવાના છે. આ ભાવ લગભગ નવ મહિના પછી વધ્યા છે. રૂપિયો નબળો પડવા ઉપરાંત તાંબા અને એલ્યુમીનીયમ જેવી વસ્તુઓના ભાવમાં 20-25 ટકાનો વધારો. છેલ્લા બે-ચાર મહિનામાં લાલ સમુદ્રની કટોકટીને કારણે નૂર ખર્ચમાં વધારો થયો છે.

હોમ એપ્લાયન્સ ઉત્પાદક કંપની સેમસંગ ઈલેકટ્રોનીકસ ઈન્ડીયાએ તેના બિઝનેસ પાર્ટનર્સને વોટસએપ મેસેજ દ્વારા જાણ કરી કે ઈનપુટ કોસ્ટમાં વધારો થયો છે. તેથી, અમે જૂનથી હોમ એપ્લાયન્સ સામાનના ભાવમાં 2.5% વધારો કરીશું. જો કે આ વિશે સેમસંગ ઈલેકટ્રોનીકસ ઈન્ડીયાએ હજુ સુધી મોકલેલા ઈમેલનો જવાબ આપ્યો નથી.

દરમિયાન, હેવેલ્સના મેનેજીંગ ડીરેકટર અનિલ રાય ગુપ્તાએ જણાવ્યું હતું કે, કંપનીએ આ મહિને વાયરના ભાવમાં વધારો કર્યો છે. તેઓએ છેલ્લા કવાર્ટરમાં પણ ભાવવધારો કર્યો હતો. તેમણે કહ્યું કે કોપર અને એલ્યુમિનિયમનાં ભાવવધારાને કારે એર કંડીશનર અને રેફ્રીજરેટરના ભાવમાં 5.7% નો વધારો થઈ શકે છે. હેવેલ્સ પાસે લોયડ એપ્લાયન્સ બ્રાન્ડ પણ છે.

ગ્રાહકો પર ખર્ચ બોજ
કન્ઝયુબર ડયુરેબલ ઈન્ડ.માં માર્જીક ઘણું ઓછું છે. તેથી, અમારે વધતા ઈનપુટ ખર્ચનો બોજ ગ્રાહકો પર નાખવો પડશે. કોમ્પ્રેસર જેવા સ્પેરપાર્ટસની કિંમતો વધે છે. રૂપિયો નબળો પડવાને કારણે આયાત ખર્ચમાં વધારો થયો છે. ગોદરેજ એપ્લાયન્સીસના બિઝનેસ હેડ કમલ નંદીએ જણાવ્યું હતું કે ઈનપુટ ખર્ચ પર એકંદર અસર લગભગ 2-3% છે. ટીવી મેન્યુફેકચરીંગ કંપનીઓ પણ કિંમતોમાં વધારાનો અંદાજ લગાવી શકે છે.

કેટલાક નાના બ્રાન્ડ જૂનમાં રેટમાં 4-6% વધારો કરવાનું વિચારી રહ્યા છે. ગ્રેટ ઈસ્ટર્ન રિટેલના ડિરેકટર પુલકીત બેડ કહે છે કે ટુંકાગાળામાં બજાર માંગને અસર કર્યા વિના નાના ભાવવધારાને સહન કરશે. પરંતુ ઉનાળાની ગરમી ઓછી થવાની સાથે જ વિવિધ બ્રાન્ડે ફરીથી ભાવ સુધારવો પડશે.

 

Print