www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગિરનાર પર્વત પરથી તરૂણને નીચે ખીણમાં ફેંકી દેનાર શખ્સની શોધખોળ: પત્તો મળતો નથી


પગથીયા પર સીસીટીવી કેમેરા નથી: પાછલી સીડીથી શખ્સ નીચે ઉતરી ગયો હોવાનું અનુમાન

સાંજ સમાચાર

જુનાગઢ તા.23
 ગત તા.21-5ની મોડી રાત્રીના ગીરનારમાં માળી પરબની જગ્યામાં તસ્કરે ત્રાટકી ચોરી કરવાના ઈરાદે ઘુસતા રાત્રીના અવાજમાં રવેશમાં સુતેલ તરૂણ પુનીત શ્રવણકુમાર ઠાકોર (ઉ.34) જાગી જતા અજાણ્યા તસ્કરે તેને ખીણમાં ફેંકી દીધાની ઘટના ઘટવા પામી હતી. જેમાં પોલીસે આરોપીને પકડવા માટે તળેટીમાં સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા તેમાં કયાંય સગડ મળવા પામ્યા ન હતા.

ગીરનાર પગથીયે કોઈ જ સીસી ટીવી કેમેરા ન હોય તેથી આ અજાણ્યો ઈશમ ગીરનારની પાછળની સીડીએથી જતો રહ્યાનું અનુમાન ફેલાઈ રહ્યું છે.  ગીરનારમાં માળીના પરબની જગ્યાના 2300 પગથીયાની પરબની જગ્યાના મહંત કૃષ્ણદાસજી રામેશ્ર્વરદાસ બહાર ગામ ગયેલ ત્યારે એક વૃધ્ધા અને સેવકનો પુત્ર પુનીત શ્રવણકુમાર ઠાકોર ઉ.14 જગ્યામાં સુતા હતા ત્યારે રાત્રીના ચોરીના ઈરાદે તસ્કર અંદર ઘુસી જતા અવાજ આવતા પુનીત ઠાકોર જાગી જતા આ નરાધમ શખ્સે પુનીતને રવેશમાંથી ખીણમાં ફેંકી દીધો હતો.

ભગવાનના રખોપા હોય તેમ સામાન્ય ઈજાઓ જ થવા પામી હતી. મહામહેનતે પુનીત અંધારામાં ગીરનારના પગથીયા સુધી પહોંચી ગયો હતો બાદ ડોળી મારફત નીચે સારવાર માટે લાવવામાં આવેલા પોલીસે સીસી ટીવી કેમેરા ગીરનાર પગથીયે ન હોવાથી તળેટીમાં રોજની તપાસ કરતા કોઈ સગળ મળવા પામેલ ન હતા. આ તસ્કર ગીરનારના પાછલા પગથીયેથી નીચે ઉતરી ગયાનું અનુમાન પોલીસ કરી રહી છે. હવે આરોપી કયારે પોલીસની પકકડમાં આવે તે જોવાનું રહ્યું.

Print