www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વિવિધ વિષયો પર ત્રણ બેઠકો યોજાશે

વિશ્વ સોશ્યલ મીડિયા દિવસ નિમિતે રવિવારે ગુજરાતી સાહિત્ય પરિષદનો પરિસંવાદ કાર્યક્રમ


કૃષ્ણકાંત ઉનડકટ, હેમંત ગોલાણી, જગદીશ મહેતા, લલિત ખંભાયતા સહિતના બુદ્ધિજીવીઓ સાહિત્ય અને અખબાર સામયિકોના જગતમાં ડોકિયું કરાવશે

સાંજ સમાચાર

રાજકોટ,તા.28
અખબારો, રેડિયો, ટેલિવિઝન અને  સામાયિકોના વ્યાપક પ્રસાર અને દબદબો રહ્યા બાદ ઇન્ટરનેટનો વ્યાપ વધતા સોશિયલ મીડિયા પરંપરાગત માધ્યમો કરતા બળુકુ બન્યું છે.

પરંપરાગત માધ્યમોની સરખામણીએ સામાજિક, રાષ્ટ્રીય, આર્થિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક ક્ષેત્રે પડતી સકારાત્મક અને નકારાત્મક અસરો પર સોશિયલ મીડિયા ભારે પડી રહ્યું છે.તેના વધતા વર્ચસ્વને ધ્યાને લઈને "વિશ્વ સોશિયલ મીડિયા દિવસ"ની ઉજવણી શરૂ કરવામાં આવી છે. ત્યારે ગુજરાતી સાહિત્ય પરિષદ આયોજિત "સાહિત્ય અને સમૂહ માધ્યમો" વિષયક એક પરીસંવાદનું આયોજન તારીખ 30 જૂન અને રવિવારે રા. વિ. પાઠક સભાગૃહ,  ગુજરાતી સાહિત્ય પરિષદ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની પાછળ, આશ્રમ રોડ, નદી કિનારે અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં દિવસ દરમ્યાન ચાર બેઠકો યોજાશે. 

બેઠકનું ઉદ્ઘાટન સવારે 9:30થી 10 કલાક દરમ્યાન કરાશે. જેમાં સમીર ભટ્ટ આવકાર અને કાર્યક્રમની ભૂમિકા સ્પષ્ટ કરશે. જ્યારે પ્રાસંગિક ઉદબોધન હર્ષદ ત્રિવેદી આપશે. બીજરૂપ વક્તવ્ય દેવેન્દ્ર ભટનાગરનું અને સંચાલન હાર્દિ ભટ્ટનું રહેશે. પ્રથમ બેઠક સવારે 10 કલાકે શરૂ થશે જે 12 વાગ્યા સુધી ચાલશે. જેમાં "સાહિત્ય અને વિજાણું માધ્યમો" વિષયક વક્તવ્ય દેવાંગ ભટ્ટ, ઉત્સવ પરમાર, મૌલીન મુનશી આપશે અને પૂરક વક્તવ્ય ત્રિલોક સાંઘાણી આપશે. આ બેઠકનું સંચાલન હેમાંગ રાવલ કરશે. 

બપોરે 1થી 3 વાગ્યા સુધી બીજી બેઠક યોજાશે. જેમાં "સાહિત્ય અને અખબાર સામાયિકોનું જગત" વિષયક એક પરીસંવાદ યોજાશે, જેનું સંચાલન પરીક્ષિત જોશી કરશે. જયારે પૂરક વક્તવ્ય લલિત ખંભાયતા આપશે. આ પરિસંવાદમાં વક્તા તરીકે કૃષ્ણકાંત ઉનડકટ, પત્રકાર હેમંત ગોલાણી અને પત્રકાર, લેખક, સંપાદક તેમજ રાજકીય વિશ્લેષક જગદીશ મહેતા પોતાના પ્રભાવક વિચારો રજૂ કરશે.

બપોરે 3 કલાકે ત્રીજી બેઠક યોજાશે જે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. જેમાં "સાહિત્ય અને સામાજિક માધ્યમો" વિષયક પરિસંવાદ થશે. જેમાં પત્રકાર દેવાંશી જોશી, હાસ્ય લેખક, પત્રકાર, વિવેચક તુષાર દવે અને ધૈવત ત્રિવેદી પોતાના વિચારો રજૂ કરશે અને પૂરક વક્તવ્ય બિનીત મોદી આપશે. આ ત્રીજી બેઠકનું સંચાલન લેખક, પત્રકાર, ભિખેશ ભટ્ટ કરશે. અંતિમ સમાપન બેઠક સાંજે 5થી 5:30 કલાક દરમ્યાન યોજાશે. જેમાં પત્રકાર અજય ઉમટ સમાપન વક્તવ્ય આપશે અને હેમાંગ રાવલ આભારવિધિ કરશે. 

Print