www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

શેરબજારમાં ત્રણ દિવસની જોરદાર તેજીને બ્રેક

સેન્સેકસ 77000 કુદાવીને પાછો પડયો


નફારૂપી વેચવાલીથી માર્કેટ રેડઝોનમાં: આંક 200 પોઈન્ટ તૂટયો

સાંજ સમાચાર

રાજકોટ તા.10
મુંબઈ શેરબજારમાં આજે નવો ઈતિહાસ રચાયા બાદ પીછેહઠ થઈ હતી. સેન્સેકસ 77000ની સપાટી કુદાવીને નવી ઉંચાઈએ પહોંચ્યો હતો ત્યારબાદ ગગડયો હતો અને 200 પોઈન્ટનો ઘટાડો સુચવતો હતો.

શેરબજારમાં આજે શરૂઆત તેજીના ટોને થઈ હતી. નાણાં સંસ્થાઓની લેવાલી, વિદેશી માર્કેટોના પોઝીટીવ ટ્રેન્ડ, મોદી સરકારની શપથવિધિ, આર્થિક મોરચે ધમધમાટ, ચોમાસુ સારૂ રહેવાના આશાવાદ જેવા કારણોથી માનસ પ્રોત્સાહક બની રહ્યું હતું પરંતુ અંતિમ તબકકામાં નફારૂપી વેચવાલીથી ટોચની સપાટી જળવાઈ શકી ન હતી અને માર્કેટ રેડઝોનમાં સરકી ગયુ હતું.

જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે છેલ્લા ત્રણ દિવસમાં મોટો ઉછાળો આવ્યો હતો એટલે નફારૂપી વેચવાલી અપેક્ષિત હતી. નવી સરકારમાં નાણાં જેવા મંત્રાલયનો હવાલો કોને સોંપવામાં આવે છે તેના પર મીટ માંડવામાં આવતી હતી.

શેરબજારમાં આજે ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક, સિમેન્ટ, એકસીસ બેંક, લાર્સન, નેસલે, એનટીપીસી, સ્ટેટ બેંક, પાવરગ્રીડ, ગ્રાસીમ, સીપ્લા, હીરોમોટો જેવા શેરોમાં ઉછાળો હતો. જયારે ટીસીએસ, ટાઈટન, એચડીએફસી બેંક, ઈન્ડુસઈન્ડ બેંક, કોટક બેંક, ઈન્ફોસીસ, મહીન્દ્ર, મારૂતી, વીપ્રોમાં ઘટાડો હતો.

મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 201 પોઈન્ટના ગાબડાથી 76491 હતો તે ઉંચામાં 77079 હતો તે ઉંચામાં 77079 તથા નીચામાં 76423 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 32 પોઈન્ટના ઘટાડાથી 23253 હતો તે ઉંચામાં 23411 તથા નીચામાં 23228 હતો.

 

Print