www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

લદાખમાં ચીન સરહદે ગંભીર દુર્ઘટના: ટેન્ક અભ્યાસ દરમ્યાન નદીમાં પાણી વધી જતા સૈન્યના પાંચ જવાનો તણાઈ ગયા


મોટાપાયે રેસ્કયુ ઓપરેશન: નદીમાં તણાઈ ગયેલા સૈન્ય જવાનોની શોધખોળ

સાંજ સમાચાર

લદાખ.તા.29
કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખમાં આજે એક મોટી ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. જે અંતર્ગત ટેન્ક સાથે અભ્યાસ કરી રહેલા સૈન્યના પાંચ જવાનો નદીમાં તણાઈ ગયા હતા.
આ ગંભીર દુર્ઘટનાની પ્રાપ્ત વિગતો પ્રમાણે લદાખનાં દૌલત બેગ ઓલ્ડી ક્ષેત્રમાં સૈન્ય જવાનોને ટેન્ક અભ્યાસ ચાલી રહ્યો હતો તે દરમ્યાન નદી પાર કરતી વેળાએ નદીમાં પાણી અચાનક વધી ગયુ હતું જેને પગલે સૈન્ય જવાનો નદીમાં તણાઈ ગયા હતા.

પાંચ જવાનો શહીદ થયાની આશંકા સેવાઈ રહી છે. દુર્ઘટનાની વિગતો જાહેર થતા જ મોટાપાયે બચાવ અભિયાન શરુ કરવામાં આવ્યુ છે અને જવાનોની શોધખોળ કરવામાં આવી રહી છે.

સંરક્ષણ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે લદાખના ન્યોમા-ચુસુલ ક્ષેત્રમાં વાસ્તવિક અંકુશ રેખા નજીક આજે વહેલી સવારે ટી72 ટેન્ક મારફત નદી પાર કરતી વખતે નદીનું જળસ્તર એકાએક વધી ગયું હતું અને તેમાં સૈન્ય જવાનો તણાઈ ગયા હતા. મંદિરના વળાંક નજીક આ દુર્ઘટના બની હતી. ટી72 ટેન્કમાં પાંચ જવાનો સવાર હતા અને નદી પાર કરતી વેળાએ એકાએક પુર આવતા પાંચેય જવાનો તણાઈ ગયા હતા.

દુર્ઘટનાગ્રસ્ત સ્થળ ચીન સાથેની વાસ્તવિક અંકુશરેખાની નજીક છે. દોલત બેગ ઓલ્ડી કારાકોરમ રેન્જમાં આવેલું છે અને અહી સૈન્યનું મથક પણ છે.

Print