www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સાંઢીયા પુલ પાસે ભરબપોરે ગંભીર બનતો ટ્રાફિકનો પ્રશ્ન: પોલીસ-વોર્ડન પરસેવે રેબઝેબ : પુલ તોડવાનું કામ ચાલુ


સાંજ સમાચાર

રાજકોટના જામનગર રોડ પર આવેલા સાંઢીયા પુલની જગ્યાએ નવો ફોરટ્રેક બ્રીજ બનાવવા જુના પુલને બંધ કરવામાં આવ્યો છે. ગઇકાલથી પુલ બંધ થયો અને મનપા દ્વારા બ્ર્રીજના છેડે રોડ તોડવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. ડાયવર્ઝનના કારણે આ રોડ પર ટ્રાફિકનો ગંભીર પ્રશ્ન ઉભો થયો છે. જે ઉનાળાની ગરમીમાં વધુ વિકટ લાગી રહ્યો છે. સીટી અને ટ્રાફિક પોલીસ વાહન ચાલકોને ભોમેશ્વર તરફના ડાયવર્ઝન તરફ વાળવા તડકામાં સતત ઉભી રહે છે.  બીજી તરફ બે જેસીબીની મદદથી સાંઢીયા પુલના છેવાડે તોડફોડનું કામ આજે પણ ચાલુ રહ્યું છે. હજુ ખુબ લાંબો સમય ચાલે તેવી ટ્રાફિક સમસ્યા અને પુલ તોડવાનું કામ તસ્વીરમાં જોવા મળે છે. 

(તસ્વીર : દેવેન અમરેલીયા)

Print