www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બોટાદમાં જાયન્ટસ ગ્રુપ દ્વારા સેવા કાર્ય: ઠંડા પાણીનું પરબ શરૂ કરાયું


સાંજ સમાચાર

બોટાદ,તા.20
જનસેવા અને સંસ્કાર નું સિંચન કરતી અને અનેકવિધ માનવ સેવાકીય પ્રવૃત્તિ કરતી અગ્રણી સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા યોગી જેમ્સ (મુંબઈ - સુરત) સ્વ.પોપટભાઈ મનજીભાઈ મોરડીયા નાં સૌજન્ય થી દીનદયાળ ચોક બોટાદ ખાતે મિનરલ વોટર  ઠંડા પીવાના પાણી નાં પરબ નો શુભારંભ તા.18/05/24 ના રોજ પરબ ખુલ્લું મુકવામાં  આવેલ. 

આ વિસ્તારમાં અનેક વટેમાર્ગુ અને મોટી સંખ્યા માં બહારગામ ના મુસાફરો ની મોટી અવર જવર રહેતી હોય આ પરબ ગરમી માં  અનેક લોકો ની તરસ છીપાવવા મહત્તમ ઉપયોગી નીવડશે. 

આ પ્રસંગે જાયન્ટ્સ સંસ્થા ના પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, યુનિટ ડાયરેકટર ગ્રીન મેન સી.એલ. ભિકડિયા, ડી. એ. દિપકભાઈ માથુકિયા , લાલજીભાઈ કળથીયા,મુકેશભાઈ જોટાણીયા,ફુલાભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહેલ.

Print