www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

1 જુલાઈથી વાહન ચાલકોને ડામ

ફાસ્ટેગ સાથે સંકળાયેલી સેવાઓ પર હવે લાગશે સર્વિસ ચાર્જ


ટેગ મેનેજમેન્ટ, ખાતામાં પૈસા ઓછા થવા, પેમેન્ટ વિવરણ કાઢવાનો સર્વિસ ચાર્જ આપવો પડશે

સાંજ સમાચાર

નવીદિલ્હી,તા.29
ફાસ્ટેગ લગાવનારી બેન્કીંગ કંપનીઓએ 1 જુલાઈથી અનેક પ્રકારના નવા ચાર્જ લગાવવાનો નિર્ણય લીધો છે. જેને લઈને ગ્રાહકોને એસએમએસ અને મેલ મોકલવામાં આવી રહ્યા છે. હવે ગ્રાહકોએ ત્રણ મહિનામાં ટેગ મેનેજમેન્ટ, ખાતામાં પૈસા ઓછા થવા પેમેન્ટ વિવરણ કાઢવા જેવો ચાર્જ ચૂકવવા પડશે.

એનપીસીઆઈએ 20 જૂને ફાસ્ટેગ સાથે જોડાવનાર નવા ગ્રાહકો અને પુન: ગ્રાહકોને જાણો (કેવાયસી) વેરિફિકેશન કરાવવા સંબંધી નિર્દેશ જાહેર કરવા, સિકયોરિટી ડિપોઝીટ અને ન્યુનતમ રિચાર્જ સાથે સંલગ્ન ચાર્જ નિર્ધારિત કરવામાં આવેલા. પણ હવે કંપનીઓએ સર્વિસના નામે કેટલાક વધારાના ચાર્જ જોડીને ગ્રાહકોને સૂચના મોકલવી શરૂ કરી દીધી છે.

નિયમ કહે છે કે હવે કંપનીઓએ ટોલ પ્લાઝા પર અધિકૃત કેન્દ્રમાં અધિકૃત એજન્ટ બેસાડવો પડશે. જો કેવાયસી કે અન્ય અનિયમિતતા બહાર આવે છે તો 10 હજાર રૂપિયાના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે.

ફાસ્ટેગમાં ત્રણ મહિનામાં એક લેવડ દેવડ થવી જરૂરી છે. જો લેવડ-દેવડ નહીં થાય તો તે નિષ્ક્રિય થઈ જશે, જેને સક્રિય કરાવવા માટે પોર્ટલ પર જવું પડશે. આ નિયમ વાહનનો સીમિત ઉપયોગ કરનારાઓ માટે પરેશાની વધારનારો થશે.

 

Print