www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સીંગતેલમાં સતત ભાવ વધારો:ડબ્બો રૂા.2600એ પહોંચ્યો


સાંજ સમાચાર

રાજકોટ, તા.27
આજે ફરી સીંગતેલના ભાવમાં રૂા.પાંચનો વધારો થયો છે. ઉપરાંત પામોલીનમાં પણ રૂા.પાંચ વધ્યા છે. હાલ બજારમાં મગફળીની આવક ઘટી છે. રૂા.પાંચના વધારા સાથે સીંગતેલ ડબ્બાના રૂા.2550-2600, રૂા.2500-2550એ પહોંચ્યો છે.

પામોલીન તેલ પણ રૂા.પાંચના ભાવ વધારા સાથે ડબ્બાના રૂા.1480-1485એ પહોંચ્યો હતો.મગફળીની બજારમાં ભાવ મજબૂત થઇ રહ્યા છે. મણે રૂા.5 થી 10નો સુધારો જોવા મળ્યો હતો. મગફળીના માલની આવક ઘટી છે.

આ ઉપરાંત ઉત્તર પ્રદેશથી આવતી મગફળી મોંઘી થઇ છે જેની સીધી અસર તેલના ડબ્બાની કિંમત પર પડી છે. છેલ્લા કેટલાક સમયથી ભાવ વધી રહ્યા છે.

Print