www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જસદણની વેકરીયાવાડી બજરંગનગરમાં ગટરના ઢાંકણા તુટયા: અકસ્માતનો ભય


સાંજ સમાચાર

(હિતેશ ગોસાઈ) જસદણ,તા.22
જસદણમાં બજરંગનગર વેકરીયા વાડી પાસે લાંબા સમયથી ભૂગર્ભ ગટરનું ઢાંકણું તૂટી ગયું હોવા છતાં પાલિકાનાં જવાબદાર તંત્રને દેખાતું નથી સતત અવર જવર વાળા વિસ્તાર ના નાગરીકોએ બબ્બે વાર લેખિત રજુઆત કરી હોવા છતાં તંત્ર એમની અરજીને ધ્યાને લેતું ન હોવાની રાવ આ વિસ્તારોના નાગરીકોએ કરી છે ઘણાં સમયથી રોડ પરની ભૂગર્ભ ગટરનું ઢાંકણું તૂટવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને અનેક તકલીફ પડી રહી છે .

નાના અકસ્માતો પણ સર્જાયા છે રજુઆત છતાં કયાં કારણોસર આ ઢાંકણું બદલવામાં આવતું નથી? એવો વેધક સવાલ પણ ઊઠાવી એમ પણ જણાવ્યું હતું કે પાલિકાના અધિકારીઓ ઇજનેરો અને કર્મચારીઓ હાલ બિલ્ડરલોબી ના ખિસ્સામાં છે શહેરમાં જયાં બિલ્ડરોની સાઈટ ચાલતી હોય ત્યાં આવી રીતે અનેકવાર ઢાંકણા તૂટી જાય છે ત્યાં તાબડતોપ ઢાંકણા બદલી આપવામાં આવે છે અને રોડ પર આડશ કરી વાહનોની પ્રવેશબંધી કરે છે.

તેમને ખાસ રક્ષણ આપે છે હાલ જસદણ નગરપાલિકામાં વહીવટદારનું શાસન દરેક રીતે નિષ્ફળ નીવડ્યું છે અધિકારીઓને કોન્ટ્રાકટરના બિલ પાસ કરાવવામા અને બિલ્ડરોને માર્ગદર્શન પૂરું પાડવામાં જ રસ હોવાની વેદના બજરંગનગરના રેહવાસીઓએ ઠાલવી છે ત્યારે કોઈ નાગરિક મરણ પામે એ પહેલાં આ ભૂગર્ભ ગટરનું ઢાંકણું બદલાવવા અત્રેના રહીશો એ માંગ કરી છે.

Print